બોટાદ જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પરિવહન માટે સુગમ બનાવતું માર્ગ અને મકાન તંત્ર - At This Time

બોટાદ જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પરિવહન માટે સુગમ બનાવતું માર્ગ અને મકાન તંત્ર


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પરિવહન માટે સુગમ બનાવવા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે ,જે અંતર્ગત બોટાદજિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાની ડામર પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સાળંગપુર રોડ પર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.