ઐતિહાસિક ગઢભવાની મંદિરેથી રેલી સ્વરૂપે નિકળી ડભોઇ વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસના બાલકૃષ્ણભાઈ પટેલે (ઢોલારે) ઉમેદવારી નોંધાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mnd8dv18tmlehp5l/" left="-10"]

ઐતિહાસિક ગઢભવાની મંદિરેથી રેલી સ્વરૂપે નિકળી ડભોઇ વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસના બાલકૃષ્ણભાઈ પટેલે (ઢોલારે) ઉમેદવારી નોંધાવી


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

         ગત રાત્રે કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી. જેમાં ૧૪૦ - ડભોઈ વિધાનસભા ઉપર બાલકૃષ્ણ પટેલ ( ઢોલાર ) નું નામ જાહેર કરાયું. જેથી આજ રોજ ડભોઇના ઐતિહાસિક હિરાભાગોળમાં ગઢભવાની માતાના મંદિરેથી માતાજીના આશીર્વાદ મેળવી સમર્થકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત વચ્ચે રેલી સ્વરૂપે નિકળી ઉમેદવારીપત્ર નોધાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા.

                કાર્યકરોના સમર્થન અને માતાજીના આશીર્વાદ સાથે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી કોગ્રેસ તરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાયો હતો.

          જન સંપર્ક રેલી સ્વરૂપે નીકળેલી રેલી ડભોઇના વિવિધ માર્ગો જેવા કે લાલ બજાર ,ભારત ટોકીઝ , ટાવર ચોક, સ્ટેશન રોડ ,વવડોદરીભાગોળ થઈ સેવાસદન પહોંચી હતી.  આ સમગ્ર રેલીમાં સમર્થકોએ જીતના નારા લગાવ્યા હતા. નગરનાં માર્ગો ઉપર તિરંગી માહોલ સર્જાયો હતો. 

        પરંતુ મહત્વની વાત એ છે કે, બાલકૃષ્ણ પટેલ તાજેતરમાં જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયાં છે. ભૂતકાળમાં 2012 ની વિધાનસભાની ચૂંટણી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વખતે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે મતદારો સાથેનો તેમનો આવકાર કેવો રહેશે અને મતદારો તેમને જંગી બહુમતીથી વિજય બનાવશે કે નહીં ?  એ તો આવનારો સમય જ બતાવશે.     

         ભૂતકાળમાં બાલકૃષ્ણભાઈ પટેલ ધારાસભ્ય રહી ચૂક્યા તે સમય દરમિયાન તેઓએ પ્રજાલક્ષી કાર્યો કર્યા છે અને પ્રજાની પડખે હર હંમેશ ઉભા છે. તો શું પ્રજાજનો તેઓને વિજયની વરમાળા પહેરાવશે કે નહીં ? એ તો આવનારો સમય જ બતાવશે. આ ઉમેદવારી પત્ર ભરતા સમયે ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રના કોંગ્રેસના કાર્યકરો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]