રાજકોટમાં સાસુ પરિણીતાના વાળ ખેંચીને સાવરણીથી મારતા, ઘરમાં પૂરી રાખતા, જાગૃત નાગરિકે 181ને જાણ કરી હતી
ગુજરાતમાં મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા, મુશ્કેલીમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન મળી રહે તે માટે 181 મહિલા અભયમ હેલ્પલાઈન 24 કલાક કાર્યરત છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સામાં અભયમ ટીમ પીડિત મહિલાને સ્વજનની જેમ તેની વ્હારે આવી છે. મહિલાનું કાઉન્સેલિંગ કરતી વખતે જાણવા મળ્યું હતું કે, સાસુ વાળ ખેંચીને સાવરણીથી માર મારતા હતા અને ઘરમાં પૂરી રાખી હતી. જોકે મહિલાએ સાસુના ત્રાસની વાત ચિઠ્ઠીમાં લખી ઘરની બહાર ફેંકી હતી. આ ચિઠ્ઠી જાગૃત નાગરિકને મળતા તેણે 181ને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
