કેશોદના નાની ઘંસારી ગામે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું - At This Time

કેશોદના નાની ઘંસારી ગામે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


વિદ્યાર્થીઓમાં રહેલી સુક્ષુપ્ત શકિતઓને બહાર લાવવા દરેક શાળામાં વિવિધ આયોજનો પ્રદર્શનોનું આયોજન કરવામા આવતુ હોયછે જેમાં શ્રેષ્ઠ કૃતીઓ તાલુકા જીલ્લા રાજ્ય કક્ષા સુધી સ્થાન મેળવી શાળા પરિવારનું તાલુકા જીલ્લામાં નામ રોશન કરેછે ત્યારે
કેશોદ તાલુકાની શ્રીમાધ્યમિક શાળા નાની ઘસારીમાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આવડત મુજબની કૃતિઓ રજૂ કરી દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો શાળા કક્ષાએ નંબર આવેલ વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે શ્રીમાધ્યમિક શાળા નાની ઘસારીમાં ધોરણ નવથી બારનો અભ્યાસ કરાવવામાં આવેછે જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ કૃતીઓ પ્રદર્શનમાં રજુ કરી હતી જેમાથી શ્રેષ્ઠ કૃતીઓ તાલુકા કક્ષાએ રજુ થશે જેમાં પસંદગી પામનાર કૃતીઓ જીલ્લા તથા રાજ્ય કક્ષાએ રજુ કરી શાળા પરિવારનું તથા તાલુકા જિલ્લાનુ નામ રોશન કરે તેવી શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.