ધંધુકાના પચ્છમ દાદા બાપુ ધામ ખાતે ઠાકોર જી ની જાન ની વ્યવસ્થા માટે સમર્પિત સ્વયમ સેવકોની બેઠક યોજાઇ  - At This Time

ધંધુકાના પચ્છમ દાદા બાપુ ધામ ખાતે ઠાકોર જી ની જાન ની વ્યવસ્થા માટે સમર્પિત સ્વયમ સેવકોની બેઠક યોજાઇ 


ઠાકોર જી ની જાન ની વ્યવસ્થા માટે સમર્પિત સ્વયમ સેવકોની બેઠક પચ્છમ દાદા બાપુ ધામ ખાતે યોજાઇ 

ઠાકોરજી નો શણગાર સોમનાથ મહાદેવ થી આવશે

આસ્થા ફાઉન્ડેશન (ફાઇન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા) આયોજિત સનાતન હિન્દુ સર્વ સમાજ ની માં બાપ ની છત્ર છાયા વગર ની ૧૧૧ દીકરીઓ ના સમૂહલગ્ન ધંધુકા મુકામે તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ થનાર છે.અને તેના આગલા દિવસે તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ ભવ્ય તુલસી વિવાહ નું આયોજન પણ તેઓશ્રી એ કરેલ છે .આ તુલસી વિવાહ માં ઠાકોરજી ની ભવ્ય જાન દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તા.ધંધુકા થી વીર ભૂષણ વિજયસિંહ બાપુ ૧૦૦૮ ગાડી ના વિશાળ કાફલા સાથે લઈ ને ધંધુકા નગર માં વિવિધ આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક ઝાંકીઓ સાથે ઠાકોરજી વરરાજા ના નયનરમ્ય સ્વરુપ ના દર્શન આપી અને તુલસી વિવાહ ના સ્થળ જનકપુરી પધારશે જેનું સુવ્યવસ્થિત અને જીણવટ ભર્યું આયોજન કરવા તા.૧૦/૯/૨૦૨૩ ના રોજ દાદા બાપુ ધામ પચ્છમ મુકામે ૨૦૦ કરતા પણ વધારે સમર્પિત સ્વયં સેવકો ની બેઠક યોજવામાં આવેલ.જેમાં પ્રવિણસિંહ ગોહિલે જાન નું માઇક્રોપ્લાનિંગ વ્યવસ્થા ની સમજ  આપી અને પ્રથમ તબક્કા માં ધંધુકા થી 30 કી.મી.ની રાઉન્ડ રેન્જ માં આવતા 80 ગામો માં આ સ્વયં સેવકો તેમને ફાળવેલ ગામો માં જઈ અને જેતે ગામ ના તમામ મંદિરો અને ધાર્મિક સ્થાનો ની મુલાકાત લઈ તે ગામો ના તમામ ભાવિક ભક્ત જનોને સમૂહ લગ્ન અને ઠાકોરજી ની જાન ના સનાતન ધર્મ ને ઉજાગર કરતા આ મહોત્સવ ની જાણકારી અને નિમંત્રણ આપશે અને ગામ માં અખંડ સૌભાગ્યવતી બેહનો કે જેઓ ને તુલસી પરણાવવા ના હોય તે બહનોની યાદી તૈયાર કરશે અને તે બેહનોને તુલસી વિવાહ ના દિવસે  ધંધુકા તુલસી પરણાવવા માટે લાવવા લઈ જવા ની વ્યવસ્થા નું આયોજન કરશે.અને આ મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી સતત એ ગામ સાથે જીવંત સંપર્ક જાળવી રાખશે. આ બેઠક માં વીર ભૂષણ વિજયસિંહ બાપુ એ સહુ સ્વયં સેવકો ને આ સનાતન ધર્મ ના કાર્ય માં ભગવાન નું કામ થાય એટલુ સારું

રીપોર્ટર સી કે બારડ +917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.