16 વર્ષની સગીરાનું અપહરણ, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો - At This Time

16 વર્ષની સગીરાનું અપહરણ, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો


શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં પોતાની બેનના ઘરે રહેતી 16 વર્ષની સગીરા ગુમ થઈ જતા અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ થયો છે. પી.આઈ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સગીરાની 20 વર્ષીય બહેને ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કેટરર્સ કામ કરું છું. મારા માતા અને પિતાના છૂટાછેડા થઈ ગયા છે. માતાએ બીજા લગ્ન કરી લીધા છે. મેં પ્રેમ લગ્ન કર્યા બાદ મારી 16 વર્ષીય સગીર બહેન મારી સાથે જ રહે છે. તે પેડક રોડની એક સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરે છે. અને ક્યારેક મારા ભેગી કેટરર્સ કામમાં કામ કરાવવા પણ આવતી. તા.5/3/2024 ના સવારના આશરે દસેક વાગ્યાના સુમારે હું મારા ઘરે સુતી હતી અને મારા પતિ ન્હાવા માટે ગયેલ. મારી બહેન ચા બનાવતી હતી. થોડીવાર બાદ મેં મારી બહેનને અવાજ કર્યો પણ કોઈ પ્રતિયોત્તર ન આવતા પથારીમાંથી ઉભી થઈ આજુબાજુ શોધવાલ લાગેલ. મારા પતિ બાથરૂમમાંથી ન્હાઈને બહાર આવતા મેં તેઓને પુછતા તેમને પણ મારી બહેન બાબતે કંઈ ખ્યાલ નહોતો. જેપછી અમારા સગા વ્હાલા તથા લાગતા વળગતાઓનો સંપર્ક કરેલ પણ મારી બહેન ક્યાંય મળી આવી નહોતી. જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી અને મોબાઈલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી આરોપીની ઓળખ કરવા તજવીજ કરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.