થાનગઢના ધારેશ્વરધામ મુકામે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો થયો પ્રારંભ*
*પૂ. પરેશબાપુ (ખેરાળીવાળા) સંગીતના સુમધુર સુરાવલી સાથે દસ દિવસ કથામૃતનું રસપાન કરાવશે: તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે*
◼️ થાનગઢ (શ્રી જયેશભાઈ મોરી દ્વારા): વેદ ઉપનિષદ સંહિતા જેની શાખ પુરે છે એવી દુર્લભ રામકથા કલિયુગમાં ભકિત-મુકિતનું અમોધ વરદાન છે. જગત નિયંતા શ્રી મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાન અને શ્રી ધારેશ્વર મહાદેવ, લીંમડાવાળા વાસુકીદાદા તથા સંકટ મોચન શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધારેશ્વર ધામ, વિરાટનગર બગીચાના પ્રાંગણમાં તા. ૨૬ થી તા. ૦૪ મે સુધી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. રામકથા વકતા શ્રી પરેશબાપુ (ખેરાળીવાળા)ના વ્યાસાશને તા. ૦૪ મે સુધી આ કથા ચાલવાની છે. કથા શ્રવણ સમય બપોરે ૩ થી સાંજે ૭ સુધીનો છે. તા. ૨૬મીના પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જે શ્રી રામજીમંદિરેથી સવારે ૯ કલાકે નીકળીને શ્રી ધારેશ્વરધામ, વિરાટનગર પહોંચી હતી. શ્રી રામચરિત માનસમાં આવતા પ્રસંગો જેવા કે તા. ૨૭-૦૪-૨૦૨૪ શનિવારે શિવ-પાર્વતી વિવાહ, તા.૨૮-૦૪-૨૦૨૪ રવિવારે શ્રી રામ જન્મ પ્રસંગ, તા.૨૯-૦૪-૨૦૨૪ સોમવારે શ્રી રામસીતા વિવાહ પ્રસંગ, તા. ૩૦-૦૪-૨૦૨૪ મંગળવારે કેવટ પ્રસંગ, તા. ૦૧-૦૫-૨૦૨૪ બુધવારે ભરત મિલાપ શ્રી રામચરણ પાદુકા, તા. ૦૨-૦૫-૨૦૨૪ ગુરૂવારે શબરી પસંગ-હનુમાનજી પ્રસંગ, તા. ૦૩-૦૫-૨૦૨૪ શુક્રવારે સુંદરકાંડ-રામેશ્વર પુજા, તા. ૦૪-૦૫-૨૦૨૪ શનિવારે શ્રી રામ રાજયાભિષેકના પ્રસંગો ઉજવાશે. કથા દરમિયાન રાત્રીના ધૂન, ભજન અને સંતવાણી સહિતના કાર્યક્રમો પણ યોજાશે. આ ધાર્મિક પ્રસંગમાં આકર્ષણ વાળા કાર્યક્રમનું પણ આયોજન થયું છે. માનસ સુંદર કાંડ તા.૨૯-૦૪-૨૦૨૪ સોમવાર રાત્રે ૯:૦૦ વાગે અને શ્રી મેલડીમાં ધૂન મંડળ (ગ્રામલક્ષ્મી સોસાયટી થાનગઢ) તા.૦૩-૦૫-૨૦૨૪ શુક્રવાર રાત્રે ૯:૦૦ વાગે પ્રસ્તુત થશે. વિશેષ આકર્ષણ લોક ડાયરાનું છે. તા. ૦૧-૦૫-૨૦૨૪ ને બુધવાર રાત્રે ૯ કલાકે આયોજિત લોક ડાયરો કિશોરદાન ગઢવી (લોક સાહિત્કાર), ગોવિંદભા ગઢવી (લોક ગાયક) શ્રી સુખદેવભાઈ સોનાગરા ભજનીક (વખતપરવાળા) કલાકારો રમઝટ બોલાવશે. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે પદ્મશ્રી શાહબુદીન રાઠોડ (સુપ્રસિધ્ધ હાસ્યકલાકાર), શ્રી હીરાભાઈ નાથાભાઈ મીર (થાનગઢના ભામાશા), ગૌભકત વૈશાલીદે હીરાદે (વૈશાલીમાસી-ચોટીલાવાળા) મહાપ્રસાદના દાતાશ્રી, શ્રી ચંદુભાઈ પ્રજાપતિ (વિરાટનગર બિલ્ડર), શ્રી કિશોરદાન ગઢવી સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર), શ્રી ગોવિંદભા ગઢવી (સુપ્રસિધા લોક ગાયક) ખાસ ઉપસ્થિત રહેશે. પૂજય આમંત્રિત સંતો મહંતશ્રી ભોંયરેશ્વર મહાદેવ મંદિર (શ્રી રામનાથગીરીબાપુ) મહંતશ્રી વાસુકીદાદા મંદિર, થાનગઢ મંહતશ્રી રામજીમંદિર, થાનગઢ મંહતશ્રી અકકલ સાહેબ સમાધી સ્થાન, થાનગઢ પૂજારીશ્રી મોટી ખોડીયાર મંદિર, થાનગઢ મંહતશ્રી ધોળેશ્વર મહાદેવ, થાનગઢની હાજરી આર્શીવાદ રૂપ રહેશે. સદર ધાર્મિક કાર્યક્રમ વેળા શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર તથા સમસ્ત વિરાટનગર પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.