ઉપલેટા પોલીસે શહેરની બે અલગ-અલગ જગ્યા પરથી શંકાસ્પદ કેફી પ્રવાહીના લાખો રૂપિયાના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા
રેડ દરમ્યાન પોલીસે કુલ રૂપિયા ૪૩.૬૫ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૨, ઉપલેટા પોલીસે ઉપલેટા શહેરના પાંજરાપોળ ચોકમાં આવેલ દુકાનમાંથી તેમજ ઉપલેટા શહેરના થાકી જાળીયા રોડ પર આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટ ના ગોડાઉનમાંથી શંકાસ્પદ કેપી પ્રવાહીનો જથ્થો ઝડપી લીધો છે જેમાં આ જથ્થાની રેડ સાથે પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી હોવાની પણ વિગતો સામે આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા શહેરના પાંજરાપોળ રોડ પર આવેલ વીર પાન નામની દુકાનમાંથી તેમજ ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ પર આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટ ના નીચેના ભાગમાં આવેલ ગોડાઉન માંથી શંકાસ્પદ કેફી પ્રવાહીનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપલેટા પીઆઈ કે કે જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ કે એસ ગરચર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઉપલેટા શહેરના પાંજરાપોળ રોડ પર આવેલ વીરપર નામની દુકાનમાં તથા ખાખીજાળીયા રોડ પર આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટ ના ગોડાઉનમાં રેડ કરી અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ કેપી પ્રવાહીના જથ્થાને ઝડપી લીધો છે જ્યારે આ જથ્થાની અંદર પોલીસે દુકાનમાંથી ૧૪ નંગ બોટલ તેમજ ગોડાઉન માંથી ૨૨,૫૭૦ નંગ બોટલ તેમજ એક લેલેન્ડ ટ્રક સહિત કુલ રૂપિયા ૪૩,૬૫,૦૧૬ રૂપિયાના મુદ્દામાલ સાથે પારસ નિલેશભાઈ દેસાઈ અને વિશાલ નિલેશભાઈ દેસાઈ નામના બે વ્યક્તિઓની અટકાયત કરી છે.
ઉપલેટા શહેરમાં ઝડપાયેલ આ જથ્થાની સમગ્ર કામગીરીમાં રેડ દરમિયાન ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. જાડેજા, પી એસ આઇ. કે.એસ.ગરચર, કે.એચ. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, કનકસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ રઘુભાઈ દેવાભાઈ, દડુભાઈ કરપડા, સત્યપાલસિંહ જાડેજા, નિશાંતભાઈ પરમાર, કૌશિકભાઇ ચાચાપરા, મહાવીરસિંહ ડોડીયા જીતેન્દ્રભાઈ સારીખડા સહિતનાઓ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.