શહેરા- વાઘજીપુર ગામની સીમમાંથી મળી આવેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના ધામણોદ ગામ પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.આ અજાણી લાશ હોવાથી પોલીસ માટે પડકાર હતો.પણ પોલીસે હાથમા લખેલા દક્ષા નામના આધારે તપાસ હાથ ધરી હતી.આ યુવાનની ગળે ફાંસો આપીને હત્યા કરી દીધી હોવાની વિગતો પણ તપાસમા આવી હતી.જેનૂ નામ ગોવિંદભાઇવાઘરી હોવાનુ તપાસમા બહાર આવ્યુ હતૂ. આ મરણ જનાર યુવાનને મોરવા હડફ તાલૂકાના બામણા ગામની એક યુવતી સાથે પ્રેમસંબધ હતો.યુવક ગોવિંદભાઈ વાઘરીને માર્યા બાદ તેની લાશ વાઘજીપૂર ગામની સીમમાં ફેકી દીધી હતી.જેમા પુરાવાનો નાશ કરવા મામલે આ પોલીસે એક આરોપી શૈલેષભાઈ માલીવાડની અટકાયત કરી હતી.આમ શહેરા પોલીસ મથકના પી.આઈ રાહુલ કુમાર રાજપુત અને તેમની ટીમે માત્ર ૨૨ દિવસના ટુંકાગાળામાં અજાણ્યા યુવકની લાશનો ભેદ ઉકેલી નાખ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.