કળ કળતી ઠંડીમાં મુસાફરો, વિદ્યાર્થિઓ એસ.ટી. બસ ઉભી ના રાખતા પડધરી તાલુકાના મોટા રામપર ગામે હેરાન પરેશાન થઇ રહ્યા છે
પડધરી તાલુકાના મોટા રામપર ગામે એસટી બસનો સ્ટોપ હોવા છતા અનેક એસટી ઊભી નહિ રેતા વિદ્યાર્થીઓએ આંદોલનની ચીમકી આપી છે રાજકોટ જામનગર હાઇવે પર આવેલું ગામ મોટા રામપર ચાર થી પાંચ ગામોનું સેન્ટર છે સરપદડ, મેટોડા બોડિઘોડી, છેલ્લી ઘોડી, વચલી ઘોડી કોઇ પણ જગ્યાએ જવુ આવવું હોય તો મોટા રામપર ગામે જ આવવું પડે છે આ વિસ્તારના છાત્રો સામાન્ય મુસાફરોને બસના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મોટા રામપર ગામના સ્થાનિકો દ્વારા રાજકોટ એસટી ડેપો મેનેજર સાથે ટેલીફોનીક વાત ચીત કરેલી હતી ડેપો મેનેજરે ટેલીફોનીક માં જણાવેલ કે બસ ઉભી રહેશે તે છતાય બસ ઉભી રહેતી નથી તે ઉપરાંત જામનગર એસટી ડેપો મેનેજર સાથે ટેલીફોનીક વાત ચીત કરેલી હતી તેને પણ જણાવ્યું હતુ કે બસ ઉભી રહેશે
મોટા રામપર ગામ અને આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ, મુસાફરો રાજકોટ અને જામનગર તરફ અભ્યાસ અને ધંધા રોજગાર માટે અપડાઉન કરે છે સવારના સાત વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજકોટ જતી બસો અને જામનગર જતી એસટી ના ડ્રાઈવર મનમાની કરે છે બસ ઉભી નહિ રખાતા ખાનગી વાહન નો સહારો લેવો પડે છે આ બાબતે રાજકોટ, ધ્રોલ, જામનગર એસટી ડેપો મેનેજર અંગત રસ લઈ મનમાની કરતા ડ્રાઈવર કંડકટર પર કડક પગલાં ભરી બસ ઉભી રહે તે માટેની કાર્યવાહી જોઈએ
અહેવાલ- નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.