પોરબંદરની નર્સિંગ કોલેજમાં કાયદાકીય જનજાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો - At This Time

પોરબંદરની નર્સિંગ કોલેજમાં કાયદાકીય જનજાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો


પોરબંદરની નર્સિંગ કોલેજમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પી આઈ કાનમિયાના માર્ગદર્શન હેઠળ ૧૮૧ ટીમ તેમજ પી.બી.એસ.સી.ના સંકલનમાં રહીને અવરનેસ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦, સાઈબર ફ્રોડ વિષે તેમજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦/૧૧૨, ચાઇલ્ડ લાઇન તેમજ મહિલા પોલીસ સ્ટેશન તથા પોકસો એકટ વિશે તેમજ ઓ.એસ.સી. સેન્ટર,પી.બી.એસ.સી. સેન્ટર વિશેની માહિતી કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા, કાઉન્સેલર મીરા માવદિયા, પી.બી.એસ.સી. કાઉન્સેલર હેતલબેન પંડયા દ્વારા આપવામાં આવી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.