NDRF ટીમ દ્વારા એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ પ્રભાસ પાટણ ખાતે આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
*NDRF ટીમ દ્વારા એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ પ્રભાસ પાટણ ખાતે આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ ગામની એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ માં તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૦૦ વાગ્યે આપત્તિ વ્યવસ્થાપન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ,જેમાં NDRF ટીમનાં ઇન્સ્પેકટર મનજીતસર તેમજ NDRF ની સમગ્ર ટીમ, શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક કેન્દ્ર ગીર સોમનાથ કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા, શાળાનાં આચાર્ય દિનેશભાઈ રામાણી અને શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
આજના કાર્યક્રમની માહિતી આપતા એચ. કે.ગજેરા એ જણાવેલ કે ભારતના અન્ય ઘણા રાજ્યોની જેમ ગુજરાત પણ વિવિધ પ્રકારના જળ-હવામાન સંબંધી સંકટો, ભૂસ્તરીય સંકટો, ઔદ્યોગિક, માનવસર્જિત અને જૈવિક સંકટો માટે સંવેદનશીલ છે. આ વિવિધ પ્રકારના સંકટોમાં ભૂકંપ, પૂર, દુષ્કાળ, વાવાઝોડુ, ગરમ હવામાન(હીટવેવ), રસાયણો, પરિવહન/ માર્ગ અકસ્માતો, રોગચાળો, વગેરેનો સમાવેશ થાય છે. તો આ જ આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે ધરતીકંપ, સુનામી, પુર, વાવાઝોડું, આગ લાગવી અને અકસ્માત વખતે પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી અને કઈ રીતે બચાવ કરવો જે અંગેની વિસ્તૃત માહિતી માટે NDRF ટીમ દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
NDRF ટીમનાં ઇન્સ્પેકટર મનજીતસર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ અને આપત્તિમાં કયા પ્રકારની કાળજી રાખવી, NDRFની સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓની મદદથી ડેમો દ્વારા આ અંગેની ઉપયોગી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા સ્ટેજ ફોબિયા, સેલ્ફ કોન્ફીડન્સ સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમની આભારવિધિ કરતાં બી.આર.ખેર એ જણાવેલ કે પુસ્તકના જ્ઞાન કરતા બાળકોએ નિહાળેલું વધારે ગ્રહણ કરે છે. એ અનુભવે બધા વિધાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લઈ આપત્તિઓ વિષે અને આપત્તિ વ્યવસ્થાપન વિષે શીખ મેળવી હતી. કાર્યકમ દરમિયાન શાળાના વિધાર્થીઓની સલામતીને તથા આપણી આસપાસના વસવાટ અને રહેઠાણની સલામતી અંગે સમજ મેળવી છે. જે બદલ આ તકે હાજર રહેલ NDRF ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.