બ્રહ્માકુમારીઝ બગસરા દ્વારા કુંકાવાવમાં દ્વાદશ જ્યોતિર્લિંગનાં દર્શનનો દ્વિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાયો
બ્રહ્માકુમારીઝ બગસરા દ્વારા કુંકાવાવમાં દ્વાદશ જ્યોતિર્લિંગનાં દર્શનનો દ્વિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાયો
કુંકાવાવમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા બગસરા દ્વારા ભવ્ય રીતે મહા શિવરાત્રિના ઉત્સવની અનેરા આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. આ મહા શિવરાત્રિના પાવન પ્રસંગનું નિલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય આયોજન થયું છે. કુંકાવાવ ગામની ધર્મપ્રેમી જનતા આ દ્વિદિવસીય કાર્યક્રમનો વિશેષ લાભ લઈ રહી છે. તા.24ના રોજ શિવસંદેશ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. બ્રહ્માકુમારી રસીલા દીદી તથા મંદિરના પૂજારી હસુભાઈ દવે દ્વારા લીલી ઝંડી આપી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તા.25ના રોજ મહેમાનો સરપંચશ્રી સંજયભાઈ લાખાણી, ડૉ.રિતેશભાઈ રામાણી, શ્રી હસુભાઈ દવે તથા એડવોકેટ શ્રી યોગેશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં દ્વાદશ જ્યોર્લિંગનાં દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતા. તા.26ના રોજ અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં ત્રણ સમયની મહાઆરતી થશે. કુંકાવાવ તથા આજુબાજુનાં ગામના અનેક લોકો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દ્વાદશ જ્યોતિર્લિંગનાં દર્શનનો વિશેષ લાભ લઈ રહ્યા છે. બ્રહ્માકુમારીઝ બગસરા દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ બગસરા સેવા કેન્દ્રનાં મુખ્ય સંચાલિકા રસીલાબેનના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
