ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં મિની બસ ખાબકી, 10નાં મોત:23 શ્રદ્ધાળુ હતા, 15 ઘાયલ, બદ્રીનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા; SDRF દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુનાં મોત થયાં છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિની બસમાં 25 શ્રદ્ધાળુ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પોલીસને મદદ કરી રહ્યા છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગમાં રંટોલી પાસે હાઇવે પરથી એક મિની બસ નદીમાં ખાબકી છે. સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર પોલીસે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. બચાવવા ગયેલા મજૂરનું પણ મોત થયું હતું
જ્યાં અકસ્માત થયો ત્યાં રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે 3 મજૂર નદીમાં કૂદી પડ્યા હતા. તેમાંથી બે પાછા આવ્યા, જ્યારે એકનું મોત થયું હતું. મિની બસ જ્યાં ખાબકી છે એ જગ્યા 250 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે. જુઓ અકસ્માતની 5 તસવીર... મુખ્યમંત્રી ધામીએ શોક વ્યક્ત કર્યો હતો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.