રાજસ્થાનના બાડમેરમાં મિગ તૂટી પડયું, બંને પાઈલટનાં મોત - At This Time

રાજસ્થાનના બાડમેરમાં મિગ તૂટી પડયું, બંને પાઈલટનાં મોત


બાડમેર, તા.૨૮રાજસ્થાનના બાડમેરમાં ગુરુવારે રાત્રે એક મિગ-૨૧ વિમાન તૂટી પડયું હતું. ભારતીય હવાઈદળના ફાઈટર મિગ-૨૧માં બે પાઈલટ સવાર હતા. અકસ્માતમાં બંને પાઈલટનાં પણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે મિગનો કાટમાળ અડધો કિ.મી. દૂર સુધી વિખરાયેલો હતો. આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલાં મિગ-૨૧ ભીમડા ગામ પાસે ઉડ્ડયન કરી રહ્યું હતું. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ફાઈટર વિમાનના અકસ્માતની જાણ થતાં જ કલેક્ટર, એસપી સહિત એરફોર્સના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ એરચીફ સાથે વાત કરી હતી. મિગ-૨૧ના તૂટી પડવાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બધી બાજુ આગ અને મિગનો કાટમાળ જોવના મળી રહ્યો છે. બાડમેરમાં ગયા વર્ષે પણ તાલિમ દરમિયાન મિગ-૨૧ તૂટી પડયું હતું. જોકે, તે સમયે પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.