આજે લાઈન્સ ક્લબ ઓફ સિહોર આયોજિત સિહોર તાલુકાના કાજાવદર ગામે છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત - At This Time

આજે લાઈન્સ ક્લબ ઓફ સિહોર આયોજિત સિહોર તાલુકાના કાજાવદર ગામે છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત


લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજીત અને કાજાવદર ના વતન પ્રેમી ભામાશા શેઠ શ્રી ચંદ્રકાંત ચંપકલાલ શાહ ના આર્થિક સહયોગથી આજરોજ ચૈત્ર સુદ એકમના (ગુડી પડવો) અને શક્તિ ની આરાધના ના દિવસો એટલે નવરાત્રી પર્વ ની શરૂઆત તા.૩૦- ૩ - ૨૫ ને રવિવાર થી કાજાવદર ગામ ના જરૂરીયાત મંદ પરિવાર તથા સર, ખાંભા,સખવદર અને જાંબાળા ગામો ની જે કાજાવદર ગામ ને સીમાડે અડી ને આવેલ વાડી ઓ ના ખેતમજૂરો તથા રાહદારીઓ ઉપરાંત કોટડા, મોગલધામ ભગુડા,ચોટીલા,બગદાણા ના પદયાત્રિકો આ છાશ કેન્દ્ર નો લાભ મળશે. કરણસિંહ જે.પરમાર ની દુકાન,બસ સ્ટેન્ડ પાસે અંદાજીત જરૂરિયાત મુજબ રોજ ની ૨૫૦ લીટર છાશ નું વિતરણ કરવામાં આવશે. આજના પવિત્ર દિવસે પરમ વંદનીય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રકીર્તિ વિજય જી મહારાજ સાહેબ ના આશીર્વાદ અને તેમના દ્વારા અપાયેલ પવિત્ર વાસ ક્ષેપ ના છંટકાવ દ્વારા હાજર રહેલ પુર્વ પ્રમુખ શ્રી લાયન પ્રદીપ ભાઈ કળથીયા,પુર્વ પ્રમુખ શ્રી લાયન અશોકભાઈ ઉલવા,એમ.જે.એફ. લાયન ડો.શ્રીકાંત ભાઈ દેસાઈ,પ્રમુખ ડો.પ્રશાંતભાઈ આસ્તિક તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર ના હરેશભાઈ પવાર ના હસ્તે દીપ પ્રાગટય કરી ગામ ના આગેવાનો ની ઉપસ્થિતિમાં છાશ કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image