સુરેન્દ્રનગર જિલ્લામાં કરુણા અભિયાન ૨૦૨૫ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં કરુણા અભિયાન ૨૦૨૫ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા.૧૦/૦૧/૨૦૨૫થી જિલ્લાના દસેય તાલુકામાં કંટ્રોલ રૂમ તથા પક્ષી સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવશે. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતો ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ માં 'Karuna' મેસેજ લખીને મેળવી શકાશે. આ ઉપરાંત Hi મેસેજ લખવાથી બર્ડ હેલ્પલાઈન તેમજ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડનના નંબર મેળવી શકાશે. ૧૯૬૨/૧૯૨૬ પર ફોન કરીને ઘાયલ પક્ષી અંગેની જાણકારી આપી શકાશે. ઘાયલ પક્ષીને તાત્કાલિક નજીકના કંટ્રોલરૂમ/ પક્ષી સારવાર કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફની ટીમ બનાવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે હેલ્પલાઇન નંબરો નીચે મુજબ છે.
તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી
સુરેન્દ્રનગર/ વઢવાણ માટે ૯૯૭૯૨ ૭૧૦૦૦/ ૯૭૨૩૩ ૧૮૫૯૭/ ૯૪૨૭૪ ૫૬૩૫૪/ ૯૯૧૩૧ ૦૩૯૩૫,
મુળી તાલુકા માટે ૯૪૨૭૦ ૪૫૭૭૨, ૯૦૩૩૨ ૫૭૩૯૭, ૯૯૨૫૨ ૫૮૨૯૦, ૯૫૭૪૫ ૨૮૯૭૬,
ચોટીલા તાલુકા માટે ૯૬૮૭૭ ૩૫૪૪૮, ૯૮૭૯૫ ૭૪૪૭૮, ૮૫૩૦૩ ૫૭૨૫૬, ૯૪૨૯૯ ૦૫૫૨૫,
થાનગઢ તાલુકા માટે ૯૯૦૯૫ ૫૩૧૩૫, ૯૭૨૬૧ ૦૭૭૦૭, ૯૬૨૪૧ ૩૭૪૦૫,
લખતર તાલુકા માટે ૯૨૨૭૬ ૫૧૭૭૩, ૭૪૦૫૪ ૪૦૮૧૦, ૮૯૦૫૮ ૭૭૭૬૭,
લીંબડી તાલુકા માટે ૭૫૬૭૬ ૪૨૨૦૭, ૬૩૫૨૭ ૪૬૪૨૫, ૯૯૦૪૬ ૫૭૦૬૩,
ચુડા તાલુકા માટે ૯૯૦૯૪ ૯૨૪૨૧, ૯૭૩૭૧ ૧૨૭૦૩, ૮૭૩૩૯ ૪૧૧૧૧,
સાયલા તાલુકા માટે ૯૪૨૭૨ ૦૫૩૯૭, ૭૯૯૦૫ ૭૩૩૪૨, ૯૭૨૩૩ ૬૮૦૨૪,
ધ્રાંગધ્રા તાલુકા માટે ૮૯૦૫૦ ૬૯૩૧૭, ૯૭૧૨૦ ૫૮૬૦૦, ૮૪૬૦૦ ૧૩૯૧૩,
પાટડી તાલુકા માટે ૯૭૩૭૭ ૬૧૫૭૭, ૯૯૨૫૯ ૩૨૪૨૫, ૭૯૯૦૪ ૯૮૮૮૪ પર સંપર્ક કરવો.
માહિતી કચેરી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.