આંબેડકરજીની અવમાનના અંગે બસપા દ્વારા અમિતભાઇ શાહ રાજીનામું આપે, માફી માંગે નારા સાથે આજે આવેદન આપવામાં આવ્યું.
ભારત દેશની સર્વોચ્ચ સદન સંસદ ભવનમાં દેશની તરક્કી અને વિકાસ માટે નીતિઓ તૈયાર કરવા માટે સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની ચર્ચા સત્ર ચાલી રહ્યું છે, જેમાં ગત તારીખ: 17/12/2024 ના રોજ દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહે
ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન પરમ પૂજ્ય ડૉ.બાબા સાહેબ આંબેડકરજી નું નામ લઇ વિવાદિત ટિપ્પણી કરી કહ્યું છે કે, "આજકાલ આંબેડકર આંબેડકર કા નામ લેના ફેશન હો ગયા હૈ ઇતના નામ કિસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મે સ્થાન મિલતા" આવા દ્વેષ ભાવ રાખી તુચ્છ ભાષામાં ઉચ્ચારણ કરી ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. ડૉ.બાબા સાહેબ આજના આધુનિક ભારતનું નિર્માણ થાય તે માટે ખૂબ જ કાર્યો કરેલ છે. બાબા સાહેબે સંવિધાન થકી દેશના તમામ જાતિ ધર્મ અને ગરીબ તવંગરને એક તાંતણે બાંધીને સમાનતા,ન્યાય,અને બંધુતા આપી ભગવાનથી વિશેષ કામ કર્યું છે, જે સાત જન્મો નહિ પણ યુગો યુગોનું સ્વર્ગ આપેલ છે જેથી સૌના પરમ પૂજ્ય છે. આ દેશમાં તેમને માનનારો સર્વસમાજ પણ આ દેશમાં રહે છે. ગૃહમંત્રીએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર દેશમાં સર્વ સમાજમાં પણ રોષ જોવા મળે છે જે ખૂબ જ નીંદનીય અને ગંભીર બાબત છે. આ રીતે દેશના રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરવું ગુનો છે અને તે બહુજન સમાજ પાર્ટી રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓના માધ્યમથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજી અને વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ને માંગણી કરીએ છીએ જે નીચે મુજબ છે.
(૧) ગૃહમંત્રીશ્રી અમિત શાહ દેશની જનતાની જાહેર માફી માંગવી અને પ્રાયચ્ચિત કરે.
(૨) ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબનું અપમાન એટલે ભારતના તમામ નાગરિકોનું અપમાન છે તે માટે શ્રી અમિત શાહ ઉપર રાષ્ટ્રદ્રોહ અને અનુ. જાતિ અપમાન Atrocity Act ની કલમો લગાવી જે તે કાર્યવાહી કરવી.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.