ધંધુકાની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યુવા દિન ઉજવાયો
ધંધુકાની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યુવા દિન ઉજવાયો
બારમી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જયંતિ.
રાષ્ટ્રગુરુ સ્વામી વિવેકાનંદના વિચારો અને એમના જીવન ચરિત્ર વિષયક વકૃત્વ સ્પર્ધા અને પ્રેરણા સ્પીચ નું આયોજન ડૉ. રઘુવીરસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા ખાતે કરાયું હતું.રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાતા વિવેકાનંદ જયંતિના આ દિવસની ઉજવણી ગુરુકુળ વિદ્યાલય ખાતે ઉત્સાહભેર કરાઈ હતી. બાલવાટિકા થી લઈ ધોરણ 12 સુધીના 1000 થી વધારે બાળકો અને શાળા સ્ટાફ એમાં જોડાયા હતા. નાના બાળકો સ્વામી વિવેકાનંદનો વેશ પરિધાન કરેલ તેમજ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યા હતા. સાથોસાથ રામકૃષ્ણ મિશન દ્વારા ચલાવતી પ્રવૃત્તિઓની માહિતી શિક્ષણ, સમાજ સેવા,જન જાગૃતિ અને ગરીબોની સેવા એ જ પરમ ધર્મ છે એવો સંદેશ શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ ચુડાસમા અને રામદેવસિંહ ચુડાસમાએ આપ્યો હતો.વિધાર્થીઓએ સ્વામી વિવેકાનંદના વિદ્યાર્થી જીવનની પ્રેરણાદાયી વાતો કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.