જસદણ ભાડલા રૂટ ની બસ આઠ દિવસથી બંધ થતા વિદ્યાર્થીઓ દ્વારા ચક્કા જામ ડેપો મેનેજર વિરૂધ સૂત્રોચાર કર્યા
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ એસટી તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન. જસદણ ભાડલા રૂટ ની બસ છેલ્લા આઠ દિવસથી બંધ હોય તેને લઈને શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ભાડલા થી જસદણ આવતી બસમાં આઠથી નવ ગામના વિદ્યાર્થીઓ જસદણ અભ્યાસ માટે આવતા હોય છે. જેમાં હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં આવતા હોય છે. ત્યારે એસટી તંત્રના અણધડ વહીવટ કારણૅ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ શિયાળાની ગાત્રો જાવતી ઠંડીમાં વહેલી સવારે રિક્ષામાં આવવું પડે છે. ટાઈમસર રીક્ષા ન ઉપાડતા સ્કૂલ અને કોલેજમાં જવામાં મોડું થઈ જાય છે. આજે જસદણ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસની સામે બેસીને ધરણા ધરવામાં આવ્યા હતા. તેમજ ડેપો મેનેજર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. ભાડલા જિલ્લા પંચાયત સદસ્ય મનસુખ સાકરીયા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. જસદણ એસટી ડેપોમાં ભાડલા રૂટ ની બસ રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. ડેપો મેનેજર ભાવનાબૅન ગોસ્વામી દ્વારા યોગ્ય કરવા લેખિતમાં ખાતરી આપતા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.