હળવદ સ્વ. પુનરવસુભાઈ એચ રાવલ ની દ્વિતીય માસિક પુણ્ય તિથિ નિમિત્તે અબોલ જીવો માટે અવાડા નું નિર્માણ કરવામાં આવ્યું તેમજ 555 શ્રમિકો ને મીઠાઈ તથા ફરસાણ ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

હળવદ સ્વ. પુનરવસુભાઈ એચ રાવલ ની દ્વિતીય માસિક પુણ્ય તિથિ નિમિત્તે અબોલ જીવો માટે અવાડા નું નિર્માણ કરવામાં આવ્યું તેમજ 555 શ્રમિકો ને મીઠાઈ તથા ફરસાણ ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું


ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ અને સેવાભાવી લોકો એ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો

આજરોજ હળવદ ખાતે સ્વ.પુનરવસુભાઈ એચ. રાવલ ની પુણ્ય તિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા હળવદ ના રાતકડી હનુમાનજી મંદિર પાછળ આવેલ મેલડી માતાજી ના મંદિર પાસે અબોલ પશુઓ ને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશય થી અવાડાં નું નિર્માણ કરી આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ત્યાંથી પસાર થતા ગૌધણ અને અબોલ જીવો ને સરળતા થી શુદ્ધ પાણી પીવા મળી રહેશે તેની સાથે 555 શ્રમિકો ને શુદ્ધ અને સાત્વિક મીઠાઈ તથા ફરસાણ ના પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ નગરપાલિકા ના સ્વચ્છતા સૈનિકો તેમજ આદિવાસી શ્રમિક મજૂરો કે જે પોતાના વતન બસ માં બેસીને મુસાફરી કરવાના હતા તેવા શ્રમિકો ને આ ફૂડ પકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ મીઠાઈ અને ફરસાણ જનતા ફૂડ મોલ ખાતે સારા માં સારા મટીરીયલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્યારે પોતાના પિતાજી ને દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે તેમના પુત્રો મનીષભાઈ તેમજ કેદારભાઈ એ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ આ કાર્ય ને સફળ બનાવવા ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ ના સભ્યો તેમજ સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.