ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની વેકેશન ખુલતાં દરેક ગામડાની સરકારી સ્કૂલો તેમજ પ્રાઇવેટ સ્કૂલો શરૂ થતા બાળકોમાં આનંદ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની વેકેશન ખુલતાં દરેક ગામડાની સરકારી સ્કૂલો તેમજ પ્રાઇવેટ સ્કૂલો શરૂ થતા બાળકોમાં આનંદ


તા:17 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વેકેશન ખુલતાં સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો શરૂ થતા બાળકો અને વાલીઓમાં આનંદ જોવા મળ્યો હતો જેમાં ગીર ગઢડા તાલુકાના સોનપરા ઞામે સરકારી સ્કૂલની મુલાકાત લેતા દરેક બાળકો હાલ શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા અને શૈક્ષણિક કાર્યો પણ રાબેતા મુજબ શરૂ થતા દરેક કુમાર અને કન્યા શાળાનાં બાળકો પ્રાર્થનામાં બેઠા જોવાં મળ્યાં હતા જેમાં અનેક બાળકોની પૂછપરછ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે અત્યારે તમામ શિક્ષકોની પણ હાજરી જોવા મળી હતી અને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય પણ શરુ થઇ ગયું હતું એવું બાળકો પાસેથી જાણવા મળ્યું હતું જેમાં ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકો એટલી મહેનત કરતા જોવા મળે છે ત્યારબાદ જોવા જઈએ તો શિક્ષણની દ્રષ્ટિએ આ સ્કૂલ ગીર ગઢડા તાલુકાની પ્રથમ સ્કૂલ હોય એવી રીતે શૈક્ષણિક કાર્યો અને અભ્યાસ પણ કરાવવામાં આવે છે એવું બાળકો પાસેથી જાણવા મળ્યું હતું

જેમાં આ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે ને અનેક અલગ-અલગ પ્રકારના બાળકોને મનગમતા કાર્યક્રમ વિજ્ઞાાન મેળો હોય કે ખેલ મહાકુંભ તાલુકા લેવલે હોય કે જીલ્લા લેવલે હોય અનેક સરકારી કાર્યક્રમમાં બાળકોને ભાઞ પણ લેવડાવવામાં આવે છે અને જેમાં આજ સુધી આ સ્કુલના અનેક બાળકો જિલ્લા લેવલે સીલેકેશન પણ ઘણાં બાળકો થયેલાં છે અને શિષ્યવૃત્તિથી દરેક બાળકોને સરકારી શિષ્યવૃત્તિના દરેક લાભ મળી રહે એવી માહિતી પણ આપવામાં આવે છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્રારા અપાતી દરેક શિષ્યવૃત્તિ ઞરીબ લાભાર્થીઓને પણ મળી રહે એ માટે પણ શિક્ષકો દ્રારા સતત માર્ગદર્શન પણ આપવામાં આવે છે એવું પણ જાણવા મળ્યું હતું આ સરકારી પ્રાથમિક શાળામાં કુમાર અને કન્યા શાળામાં અઠવાડિયામાં એક ટેસ્ટ પણ લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તનતોડ મહેનત કરી અને સ્કૂલનું રીઝલ્ટ બાળકોનું ઉંચુ રિઝલ્ટ કઈ રીતે આવે એ રીતે શિક્ષકો પણ આ સ્કૂલમાં મહેનત કરતા જોવા મળે છે એવી માહિતી સોનપરા કન્યા શાળાના પ્રિન્સિપાલ દાનસિહભાઈ ડોડીયાએ આપી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon