વૃદ્ધો અને દિવ્યાંગોને મળ્યો વ્હીલચેરનો સહારો - At This Time

વૃદ્ધો અને દિવ્યાંગોને મળ્યો વ્હીલચેરનો સહારો


હું કોઈના ટેકે નહીં, પણ વ્હીલચેરમાં બેસીને મત કરવા આવી, સુંદર આયોજન બદલ ચૂંટણી તંત્રનો આભાર: દિવ્યાંગ મતદાર

લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો વ્હીલચેર મારફતે મતદાન મથક ખાતે સુગમતાથી પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ આવા સુંદર આયોજન બદલ ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો. વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોતાની ખુશી વર્ણવતા કહ્યું હતું કે, અમે ખુબ સરળતાથી મતદાન મથક સુધી પહોંચ્યા, મતદાન બુથ સુધી પહોંચવા માટે પણ વ્હીલચેરની સુવિધા આપવામાં આવી હતી. ચૂંટણી તંત્રએ જ તમામ વ્યવસ્થા કરી આપી અને અમે ખુશનુમા માહોલમાં મતદાન કર્યુ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon