કોપરનો સ્ટોક કરવા રૂ.8.50 લાખ વ્યાજે લીધા, રૂ.22 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી!!
મૂળ કાલાવાડના બામણ ગામના વતની અને હાલ રાજકોટમાં પુનિતનગર પાછળ 80 ફૂટ રોડ શિવ વાટિકામાં રહેતા રાહુલભાઇ મનસુખભાઇ ગીણોયા (પટેલ) (ઉ.વ.33) એ પોતાની ફરિયાદમાં ગોવર્ધન ચોક પાસે માધવ ગેઇટ નજીક માધવ વાટિકા.1માં રહેતા જશવંત નારણ ચોથાણી વિરુદ્ધ આજીડેમ પોલીસમાં મનીલેન્ડ એકટ વિરુદ્ધ કરવામાં આવી છે.
રાહુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને પુનીત નગર પાણીના ટાંકા પાસે હરેક્રૂષ્ણ મેટલ નામના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવુ છુ.2016માં મારે રાજકોટ માલધારી ફાટક પાસે પટેલ પાન વાળી શેરીમા કોપર વાયર બનાવવાનું કારખાનુ હતુ અને કોપરના ભાવ વધ ઘટ થતા હોય જેથી કોપરના ભાવ ઘટતા મારે કોપર વાયરનો સ્ટોક કરવો હોય જેથી મારે પૈસાની જરૂરીયાત હતી.જેથી અશોકભાઇ સવજીભાઇ ફળદુ (રહે. શિવ વાટીકા શેરીનં.1424 પુનિતનગર પાછળ 80 ફુટ રોડ રાજકોટ)મારા મિત્ર હોય અને મારા કારખાને બેસવા માટે આવ્યા હતા.
જેથી તેમને ધંધામા કોપર વાયરનો સ્ટોક કરવો હોય અને મારે રૂ.10 લાખની જરૂરીયાત છે.તેમ મે અશોકભાઇને વાત કરી ત્યારે મને અશોકભાઇએ જણાવ્યું કે મારો મિત્ર જસમતભાઇ નારણભાઇ ચોથાણી છે તે વ્યાજે પૈસા આપે છે.જો તમારે વ્યાજે પૈસા લેવા હોય તો હું તેમને વાત કરૂ જેથી મે પૈસા માટે હા પાડતા તા.15/07/2016 સાંજે છ વાગ્યાની આસપાસ જસમતભાઇ મારા કારખાને આવેલ અને ત્યારે આ જસમતભાઇ મને કહેલ કે હું ત્રણ ટકા લેખે વ્યાજે પૈસા આપીશ અને આ પૈસા માટે તારે સહિ કરેલા કોરા ચેક આપવા પડશે અને મારી પાસે હાલ રૂ.8.50 લાખ છે.તમારે લેવા હોય તો બોલો જેથી મેં હા પાડતા આ જસમતભાઇએ મને રૂ.8.50 લાખ 3 ટકા લેખે એક માસનું વ્યાજ રૂ.25,500 એમ મને વ્યાજે પૈસા આપ્યા હતા અને મેં ચેક જસમતભાઇને આપ્યા હતા.
આ વ્યાજ હું દર મહિને અશોકભાઇનું કારખાનુ વાવડીમાં આવેલ છે ત્યા હું જસમતભાઇને વ્યાજની રકમ ચુકવતો હતો સને 2021 સુધીમે વ્યાજ ચૂકવ્યું હતું અને આ વ્યાજ ચુકવતો હતો ત્યારે હું વધારાના પૈસા આપી લેણી રકમ પણ સાથે ભરતો હતો અને મેં આ જસમતભાઇને કટકે કટકે મૂળ રકમ રૂ.8,50,000 પણ આપી દીધી હતી અને આમ મે કુલ 53 માસ વ્યાજ ભરેલ જે વ્યાજની રકમ રૂ.13,51,500 તથા મુદલ રકમ 8,50,000/- એમ કુલ રૂ.22,01,500 મે જસમતભાઇને આપી દીધા હતા.
આ પછી નોટબંધી આવતા ધંધો બરાબર ચાલતો ન હોય અને મેં કારખાનુ બંધ કરી હું કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો જાન્યુઆરી-2022માં જસમતભાઇ હું નોકરી કરૂ છુ.તે કારખાને આવેલ અને મને કહેલ કે તારે હજી મને રૂ.6,82,000 મુળ રકમ બાકી છે.જેથી મે તેમને કહેલ કે મે તમેને મુળ રકમ અને વ્યાજ આપી દીધું છે.તેમ કહેતા આ જસમતભાઇ મને ગાળો આપવા લાગ્યા હતા અને મને કહેલ કે તારા ચેક મારી પાસે છે. તે હું બેંકમા નાખી દઇશ તેમ કહી જતા રહ્યા હતા અને આ પછી તા.21/04/2022 ના રોજ રૂ.6.82 લાખનો ચેકમા રકમભરી બેંકમા નાખ્યો હતો અને મારા ખાતામા પૈસા ન હોય જેથી ચેક રિટર્ન થયો હતો અને મારા વિરૂધ્ધ આ જસમતભાઇએ કોર્ટમા ચેક રિટર્ન ની ફરીયાદ કરી છે.જે કેસ ચાલુ છે.આ અંગે હાલ પઠાણી ઉઘરાણીથી કંટાળી પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
