#MeToo કેમ્પેનની ફરિયાદની તપાસ કમિટી બનાવાશેઃ મેનકા ગાંધી

, કેન્દ્ર સરકાર મી ટૂ કેમ્પેન અંતર્ગત સામે આવી રહેલા મામલાઓની સુનાવણી માટે ચાર રિટાયર્ડ જજોની કમિટી બનાવશે તેવી જાહેરાત કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે કરી હતી. તેણીએ કહ્યું કે મને ઉત્પીડનની ફરિયાદ કરનારી મહિલાઓ પર વિશ્વાસ છે. તેમના દર્દનો અનુભવ પણ છે. અમે કમિટી બનાવવાનો પ્રસ્તાવ મંત્રીમંડળની સામે રાખીશું.
મેનકા ગાંધીએ આ નિવેદન ત્યારે આપ્યુ જ્યારે સરકારના જ મંત્રી એમજે અકબર વિરૂદ્ધ નવ મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યાં છે. હાલ અકબર નાઈજિરીયામાં છે. તેઓ રવિવાર સુધી પરત ફરે તેવી શક્યતા છે. તો ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ મી ટૂ અભિયાનું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે, "મહિલાઓએ આટલાં દિવસો પછી બોલવું ખોટું નથી. એમજે અકબર વિરૂદ્ધ અનેક મહિલાઓએ આરોપ લગાવ્યાં છે, પીએમએ આ મુદ્દે બોલવું જોઈએ."
 
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »