લીંબડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : પાંચ કલાકમાં 3 ઇંચ વરસાદ

લીંબડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : પાંચ કલાકમાં 3 ઇંચ વરસાદ


- વાતાવરણમાં પલ્ટો આવતા ગાજળીના કડાકા ભડાકા સાથે- શહેરનાં છાલીયાપરા, બસ્ટેનડ રોડ, જીન પરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લીંબડી : લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગાજળીના કડાકા ભડાકા સાથે લીંબડી સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. પાંચ કલાકમાં અંદાજે ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસતાં શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.રાજ્યમાં હમણાં થોડા સમય પહેલાં મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચુડા, લખતર, ચોટીલા સહિતના તાલુકાઓમાં પણ ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. તે પછી લીંબડીમાં લાંબા સમય સુધી અસહ્ય ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયુ હતું. અંતે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. પાંચ કલાકમાં અંદાજે ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસતાં શહેરનાં છાલીયાપરા, બસ્ટેનડ રોડ, જીન પરા સહિતના મોટાભાગના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. તેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થવાના દ્રશ્યોે સર્જાયા હતા. જોકે મેઘરાજાનાં વિરામ બાદ પાણી ઓસરી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »