સિદ્ધપુર શહેરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" અભિયાન શિવમ પેલેસ,સિદ્ધપુરના રણજીતસિંહ દ્વારા નિઃશુલ્ક તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું... - At This Time

સિદ્ધપુર શહેરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શિવમ પેલેસ,સિદ્ધપુરના રણજીતસિંહ દ્વારા નિઃશુલ્ક તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…


*સિદ્ધપુર શહેરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" અભિયાન શિવમ પેલેસ,સિદ્ધપુરના રણજીતસિંહ દ્વારા નિઃશુલ્ક તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...*
આ વર્ષ એટલે આઝાદ ભારતનું 75મુ વર્ષ જે માટે ભારત સરકારશ્રી દ્વારા "હર ઘર તિરંગા"અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. જેમાં 12 મી ઓગષ્ટ થી 15મી ઓગષ્ટ સુધી ભારતવર્ષના તમામ ઘર પર ભારતનો રાષ્ટ્ધ્વજ ફરકાવવા માટેનું લોક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત ભારતના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોટા પાયે "હર ઘર તિરંગા" અભિયાન લોકો દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં આજે સિદ્ધપુર સિદ્ધરાજ માર્ગ પર આવેલ શિવમ પેલેસના રણજીતસિંહ દ્વારા સિદ્ધપુર વાસીઓ માટે નિઃશુલ્ક તિરંગા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી કૃપાબેન આચાર્ય,નંદાજી ઠાકોર,દૂધ સાગર ડેરીના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી અને સિદ્ધપુર શહેર સહિત તાલુકાનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં લોકોની જાણકારીઓ માટે કે સિદ્ધપુરમાં આવેલ શિવમ પેલેસના રણજીતસિંહ દ્વારા રાષ્ટ્રભક્તિ માટેના કોઈપણ કાર્યક્રમ માટે હંમેશા હસતા ચહેરા સાથે તૈયાર જોવા મળે છે.
આવા સુંદર અને રાષ્ટ્ર માટેના કાર્યક્રમ માટે શિવમ પેલેસ પરિવાર અને રણજીતસિંહનો ખુબ ખુબ આભાર સાથે અભિનંદન પાઠવવામાં આવે છે..

રિપોર્ટર:- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.