બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરતો વેપારી ઝબ્બે. - At This Time

બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરતો વેપારી ઝબ્બે.


ખાનગી કંપનીઓ પુમા અને લીવાઇઝ કંપનીના કોપીરાઇટ હકોના રક્ષણનું કામ કરે છે . તેઓને ચોક્કસ માહિતી મળી હતી કે , મુજમહુડા રોડ વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ લોખંડના શેડ વડે બનાવેલી બરોડા સેલ નામની દુકાનમાં પુમા કંપનીની કોપીરાઈટના હકોનો ભંગ થઈ રહ્યો છે . જેના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોનીની સુચના હેઠળ રાવપુરા પોલીસના જવાનોએ કંપનીના કર્મચારીઓને સાથે રાખી બાતમી મુજબના સ્થળે દરોડો પાડી સંચાલક હરેશભાઈ ઉર્ફે રાજુ પરમાનંદ સુજાનાણી ( રહે - ગાયત્રી નગર સોસાયટી , જુના આરટીઓ પાસે , વારસિયા ) ને ઝડપી પાડ્યો હતો . દુકાનમાં તપાસ કરતા બ્રાન્ડેડ પુમા અને લીવાઇસ કંપનીના નામે કપડાનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું . દરોડા દરમિયાન પોલીસે પુમા કંપનીના નામે બનાવટી 2 , 91 , 600 ની કિંમત ધરાવતી 243 ટીશર્ટ , 2. 32 લાખની કિંમત ધરાવતા 290 ટ્રેક પેન્ટ ( લોઅર ) તથા 6480 ની કિંમતના 54 જોડી શોકસ ( મોજા ) તેમજ લીવાઇસ કંપનીના નામે ડુપ્લીકેટ 28 હજારની કિંમતના 10 નંગ પેન્ટ , 33 , 750 ની કિંમતની 75 નંગ ટી શર્ટ , 19 , 800 ની કિંમતના 165 જોડી શોકસ ( મોજા ) મળી કુલ રૂ . 6 , 11 , 930 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon