આહીર ગોવર્ધન કન્યા વિદ્યાલય માં ધો.10 મા સંજના માતા ગામ હીરાપર 81.67ટકા લાવીને સમાજનું ગૌરવ વધાર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mcwp4mprpfp1zzf5/" left="-10"]

આહીર ગોવર્ધન કન્યા વિદ્યાલય માં ધો.10 મા સંજના માતા ગામ હીરાપર 81.67ટકા લાવીને સમાજનું ગૌરવ વધાર્યું


આહીર ગોવર્ધન કન્યા વિદ્યાલય માં ધો.10 મા સંજના માતા 81.67ટકા લાવીને સમાજનું ગૌરવ વધાર્યું

અંજાર તાલુકાનુ પંખી ના માળા જેવળુ એક નાનડુ ગામ હીરાપર અને એમાં 80 ટકા આહીરો ની વસ્તી અને આખો ગામ ખેતી સાથે સંકળાયેલો ગામની ખાસ બીજી કોઇ બારની આવક નથી હવે આપણે વાત કરવી છે એક એવા ગરીબ પરિવારની જેના ચાર સંતાનો છે એમાં સહુથી મોટો એક છોકરો અને ત્રણ દીકરીઓ એમાં મોટી બે દીકરીઓ ને ઘરની ગરીબ પરિસ્થિતિ ને કારણે પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધી ભણાવી એનાથી આગળ ના ભણાવી સકયા પણ સહુથી નાની દીકરી સંજના એ દીકરી ભણવામાં બહુ હોશિયાર છે એને કરછ જિલ્લા ના અંજાર તાલુકાના હીરાપર ગામ માં પંચાયતી પ્રાથમિક શાળા માં આઠ ઘોરણ અભ્યાસ કર્યો અને આઠે ધોરણ માં પેલો નંબર લઈને આવી એટલે નવમુ ઘોરણ બારે અભ્યાશ નુ વિચાર્યો અને જોગાનુજોગ વર્ષ 2021 મા અંજાર નજીક સતાપર ગામની બાજુમાં પ્રથારીયા આહીર સમાજ સંચાલિત આહીર ગોવર્ધન કન્યા વિદ્યાલય શરૂ થઈ અને એમાં નવમા ધોરણમાં એડમિશન અપાવ્યું પણ કોરાનાકાળને કારણે રીઝલ્ટ નુ કોઈ મહત્વ ના રહેયો બે મહિના ઓનલાઇન ફરીથી બે મહિના ઓફ લાઈન એટલે એ વર્ષ તો જેના ભાગમાં જેટલા ટકા હતા એટલા મલ્યા પણ પછી વર્ષ 2022 મા બધુજ રાબેતા મુજબ શરૂ થઈ ગયો અને દસમા ધોરણમાં એડમિશન અપાવ્યું.વધુ માં સંજના ના પિતા પાંચાભાઇ આહીરે જણાવ્યું હતું કે અમારા જેવા ગરીબ કુટુંબ ની દીકરી આવી ઝળહળતી સફળતા લહીને આવે તો અમારા ઘરમાં કુટુંબ માં ખુશી નુ કોઈ પાર નથી અને અમને ગૌરવ છે કે આજે 60 દીકરીઓ ભણે છે અને એમાં અમારી દીકરી બીજો નંબર આવે તો આનંદ તો થાય જ પાંચાભાઇ જણાવ્યું હતું એક દીકરી આરોગ્યમાં સરકારી નોકરીની ફરજ બજાવે છે. સમાજના સંકુલની વાત કરતા જણાવ્યું હતું કે. આ ગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય માં પેલા નંબર ઉપર આવી છે ઈ દીકરી વરચંદ નિતા બેન રામજીભાઈ હુ એને મારી દીકરી કરતા પહેલા એને શુભકામનાઓ આપુ છુ પછી મારી દીકરી ને અને ધોરણ એકથી આઠ ઘોરણ મા પેલો નંબર આવ્યો એનુ યશ આમારા હીરાપર ગામનાજ અને આહીર સમાજ ના શિક્ષકો શ્રી જખરાભાઈ કેરાસીયા રણસોડ ભાઈ માતા અને નરસિંહ ભાઈ ડાંગર ને ખુબ અભિનંદન આપુ છુ અને યશ પણ આ ત્રણેય બંધુઓ ને આપુ છુ અને ગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય માં આપણા આહીર સમાજ ભામાશા કહીએ તો પણ ભલે અને જગળુશા કહીએ તો ખોટું નથી એવા કરછ પાટણ આહીર સમાજ ના પ્રમુખ શ્રી ત્રીકમભાઈ વાસણભાઇ આહીર TV શેઠ ને ખુબ ખુબ અભિનંદન આપુ છુ કારણ કે પ્રમુખ શ્રી એ આ હાઇસ્કુલ ની જવાબદારી સંભાળી ત્યારથી આખી બોડીગની સીકલ બદલી ગહી છે સંકુલ નું પરિણામ ખુબ સરસ આવ્યો છે ધોરણ બારમા તો સો ટાકા પરિણામ આવ્યો છે. કરછ પાટણ પ્રાથરીયા આહીર સમાજ ના સર્વ આગેવાનો અને ટ્રસ્ટી ઓ વાલીઓ અને શિક્ષકો અને દીકરીરો ને ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ.

તસ્વીર :એહવાલ-દિપક આહીર
એટ ધીશ ટાઈમ એપ
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]