વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોકસોના કાયદાની જાગૃતિ અંગે એન.સી. પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ માં કાનૂની શિબિર યોજાઇ : ૪૦૦ વિદ્યાર્થીનીઓની હાજરી
વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા
પોકસોના કાયદાની જાગૃતિ અંગે એન.સી. પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ માં કાનૂની શિબિર યોજાઇ : ૪૦૦ વિદ્યાર્થીનીઓની હાજરી
વિસાવદરતા.વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ અને વિસાવદર સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એસ.ત્રિવેદી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી તા.૧૯/૭/૨૨ ના રોજ વિસાવદર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સવારના ૧૧/૦૦ કલાકે પોકસો કાયદાની લોકોમાં જાગૃતિ આવે તે માટે એક કાનૂની શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં બાર એસોસિએશનના મહિલા ધારાશાસ્ત્રી દયાબેન પદમાણી,તાલુકા કાનૂની સેવા સમિતિના સુપ્રિન્ટેન્ડન્ટ પી.ડી.ભટ્ટ તથા પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રા, તથા સ્કૂલના આચાર્યા કંચનબેન કાચા તથા સ્કૂલ સ્ટાફ અને ૪૦૦ જેટલી સ્કૂલની વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી સામેના રક્ષણ અંગેની માહિતી અને જાણકારી આપી હતી અને શિબિરને સફળ બનાવેલ હતી.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.