મારી દીકરીની છેડતી કરી છે, કહીં બે યુવક પર હુમલો
શહેરના 80 ફૂટ રોડ પરના આંબેડકરનગરમાં ગત સાંજે બે યુવક પર હુમલો થયો હતો. જેમાં મારી દીકરીની છેડતી કરી છે, તેમ કહીં બોલાચાલી થયા પછી ઝઘડાએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. ઇજાગ્રસ્ત સુરેશ જાદવ અને ગણપત જાદવ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
ઇજાગ્રસ્ત સુરેશ હમીર જાદવ (ઉ.વ.41) અને ગણપત સુખા જાદવ (ઉ.વ.38)એ આક્ષેપ કરતા જણાવ્યું કે, બે દિવસ પહેલા તેમના ઘર પાસે લગ્ન પ્રસંગ હતો. ત્યાં આરોપી પ્રવિણની દીકરી પણ આવી હતી. જે પછી ગત સાંજે 7.30 વાગ્યે પ્રવિણ અને ગૌરવ સુરેશ અને ગણપત પાસે આવ્યા હતા અને છેડતી કેમ કરી હતી તેમ કહીં ધોકાથી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સુરેશ કલર કામ કરે છે. જ્યારે ગણપત કારખાનામાં નોકરી કરે છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.