ડભોઈ - દર્ભાવતિ નગરીમાં તોલમાપ વિભાગે બોલાવ્યો સપાટો - રૂપિયા ૪૪,૦૦૦ નો ફટકાર્યો દંડ - At This Time

ડભોઈ – દર્ભાવતિ નગરીમાં તોલમાપ વિભાગે બોલાવ્યો સપાટો – રૂપિયા ૪૪,૦૦૦ નો ફટકાર્યો દંડ


રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ

વડોદરા જિલ્લાના ડભોઈ - દભૉવતિ નગરીમાં છેલ્લા કેટલા સમયથી તોલમાપ વિભાગના અધિકારીઓની વિઝીટની ઉણપ હોવાને કારણે બજારમાં વેપારીઓને મોકળું મેદાન મળી ગયું હતું. જેના પગલે ફરિયાદો થતાં તોલમાપ વિભાગનાં વડોદરા જિલ્લાના અધિકારીઓએ આજરોજ ડભોઇ નગરમાં મોટાપાયે સપાટો બોલાવ્યો હતો અને ૫૦ ઉપરાંત વેપારીઓની દુકાનોની વિઝિટ કરી વિવિધ જગ્યાઓએથી ૪૪,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી વેપારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતાં. જેના પગલે ડભોઈ નગરનાં બજારો ટપો - ટપ બંધ થઈ ગયાં હતાં અને વિવિધ પ્રકારે ગેરરીતિઓ આચરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
તોલમાપ વિભાગના મદદનીશ નિયામક એલ.એન.પટેલે જણાવ્યું હતું કે, આજરોજ ડભોઇ નગરમાં સાત નિરીક્ષકોની ટીમ વિવિધ દુકાનો ઉપર તોલ માપમાં વજનમાં વઘઘટ, માપનાં સાધનો પ્રમાણિત કરેલા છે કે નહીં તેનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર પ્રદર્શિત ન થતું હોય, એમઆરપી કરતા વધુ વસુલાત જેવા અનેક ગુનાઓનું નિરીક્ષણ કરી વેપારીઓને ચેતવણી આપી હતી અને જયાં જરૂરી લાગતાં કેટલાક વેપારીઓને દંડ ફટકારી સૂચનો પણ આપ્યાં હતાં. જેને પગલે સમગ્રમાં પંથકમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો.
પરંતુ મહત્વની વાત એ છે કે, ડભોઇ નગરમાં આજરોજ થયેલ કાર્યવાહીથી ગ્રાહકોને હવે ન્યાય મળશે અને શુદ્ધ ગુણવત્તા, તેમજ નિયત માપ અને વજનથી વસ્તુઓ મળશે તેવી નાગરિકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image