MBA-MCA માટે આજથી પ્રવેશ પ્રક્રિયા : ૧૯ હજાર બેઠકો - At This Time

MBA-MCA માટે આજથી પ્રવેશ પ્રક્રિયા : ૧૯ હજાર બેઠકો


અમદાવાદએમબીએ-એમસીએમાં
પ્રવેશ માટે આવતીકાલે ૨૮મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા
શરૃ થશે.હાલ ૧૯ હજાર જેટલી બેઠકો છે અને આ વર્ષે બેઠકો વધે એવી શક્યતા છે.સરકારી
અને ગ્રાન્ટેડ કોલેજોની પાંચ ટકા બેઠકો ગુજરાત બહારના વિદ્યાર્થીઓથી ભરાશે.
સરકારીની ૯૫ ટકા અને ખાનગી કોલેજો-યુનિ.ઓની ૫૦ ટકા બેઠકો ગ્રેજ્યુએશન-સીમેટના કોમન
મેરિટથી એસીપીસી દ્વારા ભરવામા આવશે.સરકારી ટેકનિકલ
કોર્સની પ્રવેશ સમિતિ એવી એસીપીસી દ્વારા એમબીએ-એમસીએ માટેનો પ્રવેશ કાર્યક્રમ જાહેર
કરી દેવામા આવ્યો છે.જે મુજબ ૨૮ જુનથી ૨૦ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. ત્રીજી
ઓગસ્ટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને ૧૮થી૨૩ ઓગસ્ટ પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ
થશે. ૨૬મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોમેન્ટ જાહેર થશે.પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ ૨૯મી
સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. ૧લી સપ્ટેમ્બરથી કોલેજોમાં પ્રથમ વર્ષ
માટે શૈક્ષણિક કાર્યની શરૃઆત થશે.ત્રીજી સપ્ટેમ્બરથી બીજો રાઉન્ડ શરૃ થશે.

એમબીએમાં સરકારીની ૯ કોલેજોની ૫૩૧, ૧૧૬ ખાનગી કોલેજોની ૧૨૪૧૪ સહિત ૧૨૫ કોલેજોની ૧૨૯૪૫ બેઠકો છે. એમસીએમાં ૯
સરકારી કોલેજોની ૩૯૧ અને ૫૧ ખાનગી કોલેજોની ૫૬૧૦ સહિત ૬૦ કોલેજોની ૬૦૦૧ બેઠકો
છે.સીમેટના આધારે એમબીએ-એમસીએમાં પ્રવેશ અપાય છે પરંતુ દર વર્ષે બે રાઉન્ડ પ્રવેશ
પ્રક્રિયા બાદ વેકેન્ટ ક્વોટામાં ખાલી બેઠકો પર નોન સીમેટ વિદ્યાર્થીને પણ પ્રવેશ
અપાતો હોય છે ત્યારે સીમેટ વગરના વિદ્યાર્થીઓથી પાંચ હજારથી વધુ બેઠકો ભરાય છે અને
સીમેટ આપનારા વિદ્યાર્થીઓથી પાંચ હજારથી પણ ઓછી બેઠકો ભરાય છે.ગત વર્ષે ૯ હજારથી
વધુ બેઠકો ખાલી રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.