ચોટીલામાં જંગી વીજચોરી ઝડપાતા રૂ. 2.10 કરોડનો દંડ ફટકારાયો
- પથ્થરની ખાણોમાં ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા ચોરી થતી હતી- વીજતંત્રની વિજિલન્સ ટીમના કાફલા દ્વારા દ્વારા ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું : કામગીરીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયોસુરેન્દ્રનગર : ઝાલાવાડના ચોટીલા પંથકમાં બેફામ વિજચોરી થતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠતા જી.યુ.વી.એન.એલ વડોદરાના વિજીલન્સ વિભાગ દ્વારા સરપ્રાઈઝ દરોડા પાડવામાં આવતા પથ્થરની ચાર ખાણો માંથી રૂા.બે કરોડ દસ લાખની વિજચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે.આ અંગેની વિગત એવી છે કે, ચોટીલા-થાન પંથકમાં વિજચોરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલુ છે. માથાભારે અને વગદાર લોકો દ્વારા બેફામ વિજચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદો ઉઠતી હતી. આથી જી.યુ.વી.એન.એલ વડોદરાની વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા અનુપમસિંહ ગેહલોત અને એચ.આર.ચૌધરીની સુચનાથી પ.ગુ.વિજકંપનીના સ્થાનીક નાયબ ઈજનેરોને સાથે રાખીને ભીમોરા(તા.ચોટીલા) ગામના અંતરીયાળ સીમ વિસ્તારોમાં દરોડા પાડીને પથ્થરની ખાણોમાં વિજચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. આ કામગીરી દરમ્યાન રાજદીપભાઈ અશોકભાઈ ખાચર પ.ગુ.વિજકંપનીની ભારે દબાણની વીજલાઈનમાં લંગરથી ડાયરેકટ ખાનગી ટ્રાન્સફોમર મુકીને પોતાની પથ્થરની ખાણમાં મોટાપાયે વિજચોરી કરતા હોવાનું માલુમ પડતા તેમને અંદાજે ૭૦લાખનું દંડ સાથેનુ વિજબીલ ફટકારવામાં આવેલ હતુ! આ ઉપરાંત તેઓ નજીકના પ.ગુ.વિજકંપનીના ટીસીમાંથી કેબલ દ્વારા લંગર નાખીને બીન અધિકૃત રીતે ઔદ્યોગીક વિજ વપરાશ કરતા હોવાનું માલુમ પડતા તેમને વધારાનું રૂા.૩૫લાખનુ વિજચોરીનું બિલ ફટકારવામાં આવેલ હતુ!આ જ વિસ્તારની અન્ય પથ્થરની ખાણોમાં પણ વિજચેકીંગ હાથ ધરવામાં આવતા ગભરૂભાઈ રામભાઈ ધાધલ પોતાની ખાણમાં વિજમીટર બાયપાસ કરીને વિજચોરી કરતા હોવાનું માલુમ પડતા તેમને રૂા.૪૦લાખ નુ વિજબીલ ફટકારાયુ હતુ. અશોકભાઈ જીવાભાઈ ખાચર પણ પોતાની ખાણમાં વીજમીટર બાયપાસ કરીને વિજચોરી કરતા હોવાનું માલુમ પડતા તેમને રૂ.૩૦લાખનું વિજબીલ ફટકારાયુ હતુ! વિવેકભાઈ રણુભાઈ ખાચર નામના વ્યકિત પણ પોતાની ખાણમાં પ.ગુ.વિજકંપનીના ટી.સી.માં લંગર નાખીને ઔદ્યોગીક વપરાશ માટે વીજચોરી કરતા હોવાનું માલુમ પડતા તેમને રૂા.૩૫લાખનું વિજબીલ ફટકારવામાં આવેલ હતુ! આમ ચાર ખાણ ધારકો ને વિજચોરી સબબ કુલ રૂા.બે કરોડ દસ લાખના વિજચોરીના બિલો ફટકારવામાં આવતા વિજચોરી કરનારાઓમાં ખળભળાટ થઈ ગયેલ છે. પ.ગુ.વિજકંપનીના સુત્રોએ જણાવેલ હતુ કે, દિવસે અને રાત્રે વિજચેકીંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને વિજચોરી કરનારાઓ સામે શેહ શરમ વિના કડક કાર્યવાહી કરવામાં આવશે.કોને ત્યાંથી વિજચોરી ઝડપાઈ
૧, રાજદીપભાઈ
અશોકભાઈ ખાચર
રૃા.70,00,000
રૃા.35,00,000
૨, ગભરૃભાઈ
રામભાઈ ધાધલ
રૃા.40,00,000
૩,અશોકભાઈ
જીવાભાઈ ખાચર
રૃા.30,00,000
૪, વિવેક
રણુભાઈ ખાચર
રૃા.35,00,000
કુલ
રૃા.10,00,000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.