કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ભારત NCAPના નિર્ણયથી મારુતિ નારાજ, આ કારોનુ પ્રોડક્શન કરશે બંધ - At This Time

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ભારત NCAPના નિર્ણયથી મારુતિ નારાજ, આ કારોનુ પ્રોડક્શન કરશે બંધ


નવી દિલ્હી, તા. 28 જૂન 2022 મંગળવારમારુતિ સુઝુકી પોતાની ઓલ ન્યૂ બ્રેઝા 30 જૂને લોન્ચ કરવાની છે. આ કોમ્પેક્ટ SUV લોન્ચિંગ પહેલા ખૂબ ચર્ચામાં રહી છે. બુકિંગ શરૂ થયાના પહેલા જ દિવસે આને 4500 બુકિંગ મળી ગઈ. SUV સેગમેન્ટમાં પોતાની ઓળખ બનાવવા માટે મારુતિએ સમગ્ર તૈયારી કરી છે. જોકે, આ દરમિયાન કંપનીએ પોતાની નાની હેચબેકને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. કંપનીના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યુ કે સરકારની પોલિસીની અસર તેમની નાની કાર પર પડી રહી છે. એવામાં કંપની તેમને બંધ કરવામાં સંકોચ કરશે નહીં. દરેક કારમાં 6 એરબેગના નિયમના કારણે મારૂતિની સસ્તી હેચબેક સામાન્ય લોકોના બજેટની બહાર ચાલી જશે. એવામાં કંપની આને બંધ કરવાનો પણ વિચાર કરી શકે છે. 6 એરબેગથી એક્સિડેન્ટનો મુદ્દો ખતમ થશે નહીં આર સી ભાર્ગવે જણાવ્યુ કે પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા 6 એરબેગના નિયમને લાગુ કરવાના નિર્ણયથી નાની હેચબેક કારની કિંમત તો વધી જશે પરંતુ આનાથી રોડ એક્સિડન્ટના મુદ્દા સામે ઉકેલ મેળવવામાં મદદ મળશે નહીં. રોડ એક્સિડન્ટમાં મૃતકોના મુદ્દે બીજુ કંઈક વિચારવુ પડશે. તેમણે કહ્યુ કે કંપની કોમ્પેક્ટ કાર સેલિંગથી કોઈ લાભ કમાતી નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે તમામ કારમાં છ એરબેગ અનિવાર્ય કરવાનુ પગલુ ભારતીય માર્ગને સુરક્ષિત બનાવવાના પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગડકરીએ દિલ્હીમાં એક મેજર આઈ કંપની દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે જ્યારે ભારત સૌથી વધારે માર્ગ દુર્ઘટનાઓ અને મોતની રિપોર્ટ કરે છે, તો તે આને ગંભીરતાથી કેમ લઈ રહ્યા નથી. આપણે આવા નિર્ણયોના મહત્વને સમજવાની જરૂર છે.નાની કારની મોટી ખેલાડી છે મારુતિદેશમાં સૌથી વધારે કાર વેચનારી કંપનીઓમાં મારુતિ પહેલા નંબરે છે. દર મહિને તેમાં અને બીજી ટોપ કંપનીની વચ્ચે 50% થી વધારેનુ અંતર હોય છે. આ અંતરની પાછળ મારુતિની નાની હેચબેક કારની ડિમાન્ડ છે. અત્યારે મારુતિ વેગનઆર, સ્વિફ્ટ, સેલેરિયો, ઓલ્ટો, એસ-પ્રેસોની હાઈ ડિમાન્ડ છે. કંપનીના કુલ વેચાણમાં આ 5 મોડલ 60થી 70 ટકા સુધી રેવન્યુ આપે છે. જોકે, આ તમામ મોડલના બેઝ વેરિઅન્ટમાં માત્ર 2 એરબેગ જ મળી રહ્યા છે. એવામાં જો આના બેઝ વેરિઅન્ટમાં 6 એરબેગ લગાવવામાં આવે તો 60 હજાર રૂપિયા સુધી કિંમત વધી જશે.ભારત NCAP ફરજિયાત હોવુ જોઈએ નહીં : ભાર્ગવકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી NCAP શરૂ કરવાની મંજૂરી આપી ચૂક્યા છે. હવે ભારતમાં તૈયાર થનારી કારને દેશની બહાર ક્રેશ ટેસ્ટ કરાવવા અથવા સેફ્ટી રેટિંગ માટે જવુ પડશે નહીં. પરંતુ આપણા ત્યાં ક્રેશ ટેસ્ટ અને સેફ્ટી રેટિંગ આપવામાં આવશે. જોકે, મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યુ કે ભારત NCAP ટેસ્ટને અનિવાર્ય કરવુ જોઈએ નહીં. તેમનુ માનવુ છે કે ભારતનુ બજાર યુરોપથી એકદમ અલગ છે. યુરોપમાં ક્રેશ ટેસ્ટ રેટિંગ એક બેંચમાર્ક છે, જ્યારે અહીં આ બેંચમાર્ક સિસ્ટમ માત્ર અમીર લોકોને ફાયદો પહોંચાડવા માટે છે.અત્યારે દેશના ઓટોમેકર ગ્લોબલ NCAP દ્વારા કારનો ક્રેશ ટેસ્ટ કરાવે છે. જે બાદ તેમની સેફ્ટીના આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવે છે. સમગ્ર દુનિયામાં કારના ક્રેશ ટેસ્ટને યુરો NCAP, આસિયાન NCAP, ગ્લોબલ NCAP, ઓસ્ટ્રેલિયન NCAP, જાપાન NCAP, લેટિન NCAP, કોરિયા NCAP, ચીન China NCAP, USA માટે IIHS કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં નવુ નામ ભારત NCAP સામેલ થઈ ગયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.