સાંગલી આત્મહત્યા કેસ: ચા પીવડાવીને તાંત્રિકે પરિવારને રસ્તા પરથી હટાવ્યો, કારણ છે ચોંકાવનારૂ
નવી મુંબઇ, તા. 28 જૂન 2022, મંગળવારમહારાષ્ટ્રના સાંગલીમાં એકસાથે 9 લોકોએ આપઘાત કર્યો હોય તેવી કદાચ પહેલી ઘટના સામે આવતા તે વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી. એક જ પરિવારના તમામ નવ સભ્યોમાં 1 ભાઇ ટીચર અને બીજો ભાઇ પશુઓનો ડૉક્ટર હતો. આ ઘટનાને પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક આત્મહત્યાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી, આ કેસમાં નવો એક વળાંક આવ્યો છે.પોલીસ મહાનિરીક્ષક (કોલ્હાપુર રેન્જ) મનોજ કુમાર લોહિયાના જણાવ્યા મુજબ, એક તાંત્રિક અબ્બાસે વનમોર ભાઈઓ (ડૉ. માણિક વનમોર અને પોપટ વનમોર) માટે ગુપ્ત નાણાં શોધવાનું વચન આપ્યું હતું અને તેના બદલામાં તેણે મોટી રકમ (લગભગ 1 કરોડ રૂપિયા) પણ લીધી હતી. પરંતૂ કોઇ ગુપ્ત ધન ન મળ્યુ એટલે ભાઇઓએ તાંત્રિક પાસેથી પોતાના પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ તાંત્રીક અબ્બાસ પૈસા પરત કરવા માંગતા ન હતા. તાંત્રીક પર દબાણ વધવા લાગ્યુ જેથી તાંત્રીકે આખા પરિવારને જ રસ્તા પરથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. કઇ રીતે કરી હત્યા ?પ્રાથમિક તપાસ મુજબ, મુખ્ય આરોપી અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન તેના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સુરવશે સાથે 19 જૂને મહૈસલ ગામમાં વનમોર ભાઈઓના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તાંત્રિકે છુપાયેલ ખજાનો શોધવાની વિધિ શરૂ કરી હતી. પરિવારના સભ્યોને ઘરની છત પર મોકલ્યા પછી એક તેમને નીચે બોલાવ્યા અને ચા પીવા માટે કહ્યું, જેમાં કોઈ ઝેરી પદાર્થ હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ પીણું પીધા બાદ વનમોર પરિવારના લોકો બેભાન થઈને મૃત્યુ પામ્યા હતા.મૃતદેહ પાસે માત્ર એક જ શીશી મળી આવી હતીપોલીસને શરૂઆતમાં લાગ્યું કે આ સામૂહિક આત્મહત્યાનો મામલો છે, પણ પોલીસ અહી અટકી નહી ઘટના સ્થળ પરથી 1 શવ પાસેથી જ ઝેરની શીશી મળી હતી. શંકાઓ વધતી રહીબીજી તરફ સુસાઈડ નોટની તપાસ કરતાં પણ પોલીસને કંઈક ગરબડ હોવાનું લાગ્યું હતું. કારણ કે સામાન્ય રીતે સુસાઈડ નોટમાં વ્યક્તિ પહેલા કારણ લખે છે અને પછી લોકો પર દોષારોપણ કરે છે. જ્યારે આ કેસમાં સુસાઈડ નોટની શરૂઆતમાં જ કેટલાક લોકોના નામ લખેલા હોવાનું જોવા મળ્યું હતું. આ સાથે જ પરિવાર આત્મહત્યા કરવા માંગતો હતો તેનો પણ ઉલ્લેખ કરાયો નથી. આના પરથી એવું જણાયું હતું કે, આરોપી તાંત્રિક અબ્બાસે બંને ભાઈઓને કોઈક બહાને પૈસા ધીરનારના નામ લખાવી ગેરમાર્ગે દોર્યા હશે જેથી આ બાબતને સામૂહિક આત્મહત્યા તરીકે દર્શાવી શકાય.સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામેઆ શંકાના કારણે પોલીસે મૃતક વનમોર પરિવારની જૂની ગતિવિધિઓ શોધી કાઢી હતી. આ તપાસમાં એક વાહન સામે આવ્યું. આ કેસમાં પોલીસે રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો તે વાહનનું લોકેશન સોલાપુરમાં મળ્યું. તપાસમાં વાહનનો ઉપયોગ કરનાર અબ્બાસ મોહમ્મદ અલી બગવાન હોવાનું બહાર આવ્યું હતું.સાંગલી જિલ્લાના એસપી દીક્ષિત ગેડમે જણાવ્યું કે, મુખ્ય આરોપી અબ્બાસ બાગવાન અને સુરવસેની સોલાપુરથી ધરપકડ કરવામાં આવી છે. બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ ચાલુ છે. આજે બંનેને સાંગલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.