જબલપુરના ARTOના ઘરે EOWએ દરોડા પાડ્યાઃ સંપતિ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા

જબલપુરના ARTOના ઘરે EOWએ દરોડા પાડ્યાઃ સંપતિ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા


- સંતોષ પાલ પાસે તેમની આવકના સ્ત્રોતો કરતાં 650 ટકા વધુ સંપતિજબલપુર, તા. 19 ઓગસ્ટ 2022, શુક્રવારઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ મધ્યપ્રદેશના જબલપુર ખાતે આસિસ્ટન્ટ આરટીઓ (ARTO) સંતોષ પાલના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન EOW અધિકારીઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા. કરોડપતિ ARTOનું ધર 5 સ્ટાર હોટલ જેવું હતું, ઘરમાં સ્વિમિંગ પુલ અને બાર સહિત તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. જબલપુરમાં 10 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું ARTOનું ઘર ખૂબ જ ભવ્ય છે. આ લક્ઝુરિયસ હાઉસમાં સંતોષ પાલ માટે એક અલગ ઓફિસ પણ હતી. જબલપુર RTO ખાતે સંતોષ પાલ ARTO અને ત્યાં તેમની પત્ની રેખા પાલ ક્લાર્ક છે.  EOWને તપાસ દરમિયાન 16 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. બુધવારે રાત્રે 10.30 વાગે શરૂ થયેલી તપાસમાં જબલપુર ખાતેથી મોંઘી જ્વેલરી, લક્ઝરી વાહનો, 4 મકાનો અને ફાર્મ હાઉસ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ પ્રમાણે RTO કચેરીના કર્મચારી દંપતિ પાસે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં 650 ટકા વધુ સંપતિ છે.દરોડામાં ખુલાસો થયો કે, તેમની પાસે ગ્વારીઘાટ રોડ ઉપર 1,247 ચોરસ ફૂટનું ઘર છે, શંકર શાહ વાર્ડમાં 1,150 ચોરસ ફૂટનુ ઘર અને આ પ્રકારના બે અન્ય ઘર પણ છે. સંતોષ પાલ અને તેમની પત્ની સામે એન્ટી કરપ્શન લોની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, આરોપી અધિકારી પાસેથી મળેલા તમામ દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેની કુલ સંપતિની કિંમત હજુ પણ વધુ હોઈ શકે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »