બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા સાજણવદર ગામનાં તેમજ ગઢડા તાલુકા નાં માલધારી સમાજ દ્વારા ગૌચર ખુલ્લું કરવા માટે આંદોલન. - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા સાજણવદર ગામનાં તેમજ ગઢડા તાલુકા નાં માલધારી સમાજ દ્વારા ગૌચર ખુલ્લું કરવા માટે આંદોલન.


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા નાં માલધારી સમાજ દ્વારા એક દિવસ નાં પ્રતિક આંદોલન બાદ આજે બીજા દિવસે માલધારી સમાજ આગેવાનો ભાઈઓ બહેનો સાથે પશુધન સાથે લઈને ગઢડા તાલુકા પંચાયત ખાતે સવારે કુચ કરી હતી. માલધારી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ને બોડકી અને વનાળી ગામની વચ્ચે પોલીસ અને તાલુકા પ્રશાસન દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ માલધારી સમાજના આગેવાનો અને સરકારી અધિકારીઓ સાથે સામે સામે બેસીને આંદોલન નું નિરાકરણ લાવવા માટે બેઠક નો દોર શરુ થયો હતો. અને સાંજના ચાર વાગ્યા સમયે સરકારી અધિકારીઓ અને માલધારી સમાજના આગેવાનો સાથે રાખી જ્યાં ગૌચર દબાણ થયેલ હોય ત્યાં રુબરુ મુલાકાત લઈ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં સરકાર પ્રસાશન દ્વારા ગૌચર ખુલ્લું કરવા આવશે એ મોટો સવાલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon