લાખો રૂ.ના ખર્ચે બનેલા વંથલી બસસ્ટેન્ડમાં સુવિધાનો અભાવ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m7zg8udodyvdfmx7/" left="-10"]

લાખો રૂ.ના ખર્ચે બનેલા વંથલી બસસ્ટેન્ડમાં સુવિધાનો અભાવ…


વંથલીમાં લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ બન્યું છે પણ યોગ્ય જાળવણી ના અભાવે બસસ્ટેન્ડમાં મુસાફરોને કોઈ પ્રકારની સવલત ન હોય મુસાફરોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે જુનાગઢ ,ગિરસોમનાથ અને પોરબંદર જિલ્લાને જોડતા 10 વર્ષ અગાઉ લાખોના ખર્ચે બસસ્ટેન્ડ બન્યું હતું..હાલ આ બસસ્ટેન્ડ ખાતે 400 જેટલી બસની અવરજવર રહે છે પણ અહીં મુસાફરોની સલામતી માટે સી.સી.ટીવી. કેમેરા પણ નથી આ માટે અનેકવાર રજુઆત કરવામાં આવી છે અહીં છેલ્લા ઘણા સમયથી અડધી સંખ્યામાં પંખા બંધ હાલતમાં હોય મુસાફરો ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા છે અહીં બસસ્ટેન્ડમાં એક જ ટી.સી. છે સાંજે 5 વાગે પુછપરછની બારી બંધ થઈ જાય છે ઘણા સમયથી અહીં સમયપત્રક પણ ન હોય મુસાફરો ને બસના સમય ની પણ ખબર નથી હોતી અહીં અવારનવાર પીવાના પાણીની સુવિધા મળતી નથી તેમજ અહીં પડેલ ખાડાને કારણે પાણી ભરેલ હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અહીં બસના ચાલકો પ્લેટફોર્મમાં રાખ્યા વગરમનફાવે તેમ બસ રાખી દેતા હોય છે વિકાસના
દાવા કરતી સરકારના પ્રતિનિધિઓનું પણ આ બાબતે મૌન લોકોને અકળાવી રહ્યું છે 10 વર્ષમાં આ લોકો બસસ્ટેન્ડમાં સી.સી.ટીવી કેમેરાની સુવિધા ન અપાવી શકતા લોકોમાં આવા નેતાઓ માટે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]