ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૪૩૮૦ તથા બિયર ટીન-૯૩૬ કિ.રૂ.૫,૮૯,૩૨૦/- સહિત કુલ રૂ.૧૦,૯૯,૩૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૪૩૮૦ તથા બિયર ટીન-૯૩૬ કિ.રૂ.૫,૮૯,૩૨૦/- સહિત કુલ રૂ.૧૦,૯૯,૩૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી
હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી
સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા
સખત સુચના આપેલ
તા.૨૦/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, વરતેજથી કમળેજ તરફ જતા રોડ ઉપર રેલ્વે
ફાટક ક્રોસ કર્યા બાદ ડાબી બાજુ પડતા કાચા રસ્તે થોડા અંદર ચાલતા રમેશભાઇ જાજડીયાની વાડીમાં
આવેલ મકાનની ઓરડીમાં કમળેજના રહેવાસી શૈલેષભાઇ ગોરધનભાઇ દેલવાડીયાએ ગેરકાયદેસર રીતે
ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે
મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ તથા રાજસ્થાન ઓન્લી લખેલ કંપની
સીલપેક નાની-મોટી બોટલો તથા બિયર ટીન ભરેલ પેટીઓ મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ભાવનગર, વરતેજ
પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ
ઘરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. શૈલેષભાઇ ગોરધનભાઇ દેલવાડીયા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે. પ્લોટ વિસ્તાર, કમળેજ તા.જી.ભાવનગર
2. રાહુલભાઇ ઉર્ફે ચીની જયેશભાઇ રહે.વણકરવાસ,ભાવનગર (પકડવાના બાકી)
૩. શરદભાઇ પાંચભાઇ ખાખડીયા રહે.કમળેજ તા.જી.ભાવનગર (પકડવાના બાકી)
4. આર.કે. રહે.સાંચોર, રાજસ્થાન (પકડવાના બાકી)કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેકડોવેલ્સ નંબર-૧ ડીલકસ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૬૩,૦૦૦/-
2. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૨૪૦/-
૩. રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦/-
4. ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૦૮૦/-
5. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૩૮૪ કિ.રૂ.૮,૪૦૦/-
6. ૮ પી.એમ સ્પેશ્યલ રેર વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૧૭૭૬ કિ.રૂ.૧,૭૭,૬૦૦/-
7. ગ્લોબસ ગ્રીન પ્રિમિયમ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૬૭૨ કિ.રૂ.૬૭,૨૦૦/-
8. ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૧૨૪૮ કિ.રૂ.૧,૨૪,૮૦૦/-
9. કાઉન્ટી ક્લબ ડીલકસ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/-
10. કીંગ ફીશર સ્ટ્રોંગ પ્રિમિયમ લખેલ ૫૦૦ ML બીયર ટીન નંગ-૩૩૬ કિ.રૂ ૯૩,૬૦0/-
11. સીલ્વર કલરની એન્ડેવર ફોર વ્હીલ કાર રજી નંબર-GJ-12-AE-8751 કિ.રૂ.3,00,000/-
12. મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૯૯,૩૨૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી
પી.ડી.ઝાલા તથા સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ,
હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.