ખાદી ભવન ચોકમાં બે મહિનાથી સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અખબાર વિતરકોને ઊભી થઈ પરેશાની
પોરબંદરના ખાદીભવન ચોકમાં છેલ્લા બે મહિનાથી સ્ટ્રીટ લાઈટ બંધ છે,જેના કારણે સવારે અખબાર વિતરક બંધુઓને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટ્રીટલાઈટ બંધ હોવાને કારણે અંધારામાં મોબાઇલની બેટરી શરૂ કરીને તેઓને અખબારી વિતરણની વ્યવસ્થા ગોઠવવી પડે છે.તે ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓ અને દવ દર્શને જતા વૃદ્ધોને તથા દુધના ધંધાર્થીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે.પોરબંદર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગયું છે,પરંતુ લોકોની મહા સમસ્યાઓનો અંત આવતો હોય તેવું જણાતું નથી.નગરપાલિકાના અધિકારીઓએ હવે લોકોની નાની નાની સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને દોડતા કરવા જરૂરી બન્યા છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
