લીલીયા મોટા ખાતે વીર મેઘમાયા છાત્રાલય પુન ચાલુ કરવા તથા નવું બાંધકામ કરવા એડવોકેટ તથા સામાજિક કાર્યકર શ્રવણ (સંજય )ઍલ. બગડા દવારા મહે. કલેકટર શ્રી અમરેલી ને રજૂઆત કરાઈ
લીલીયા મોટા ના પુંજાપદર રોડ પર શ્યામ વાડી સામે વર્ષો પહેલા ચાલતી અને હાલ બંધ જર્જરીત હાલતમાં વીર મેઘમાયા છાત્રાલય ચાલુ કરવા તથા નવું બાંધકામ કરવા બાબત લીલીયાના સામાજિક આગેવાન એડવોકેટ શ્રવણ (સંજય )ઍલ. બગડા દ્વારા કલેક્ટરને પત્ર પાઠવાયો જે પત્રમાં જણાવેલ કે આજથી 20 વર્ષ પહેલા લીલીયામાં છાત્રાલય ચાલુ હતી ત્યારે લીલીયામાં સ્કૂલ કોલેજ વગેરે ન હતી અને આજે લીલીયામાં સરકારી કોલેજ,આઈ.ટી.આઈ,સ્કૂલો વગેરે છે દૂર દૂરથી દીકરા દીકરીઓ અનુ જાતિ સમાજના આવે છે અપડાઉન માં ઘણો સમય પસાર થઈ જાય છે તો હાલમાં વીર મેઘમાયા છાત્રાલય ચાલુ થાય તો અમારા અનુજાતી સમાજના બાળકોને ઘણો લાભ થાય અને શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ ને લાભ થઈ શકે તેમ છે વીર મેઘમાયા છાત્રાલય હાલમાં બાંધકામ ખભળી ગયું છે જગ્યા પણ વિશાળ છે માટે ત્યાં બાંધકામ કરવામાં આવે અને નવી છાત્રાલય બનાવવામાં આવે તો અમારા અનુ જાતિ સમાજના બાળકોને લાભ થશે માટે આ અરજને ધ્યાને લઈ તપાસ કરી કરાવી તાત્કાલિક લીલીયા મુકામે છાત્રાલય ચાલુ થાય તેવી નમ્ર અરજ સામાજિક આગેવાન અને એડવોકેટ શ્રવણ (સંજય )ઍલ.બગડા દ્વારા કલેક્ટરને પત્ર પાઠવી કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણ અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
