પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ - At This Time

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ


જનસુખાકારીના કામોને અગ્રતા આાપી જનહિતને લગતા પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતાઃ જિલ્લા વિકાસ અધિકારીશ્રી

ગોધરા

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા સંકલન સમિતિમાં સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન, કલેક્ટરશ્રી કચેરીના સભાખંડ ગોધરા ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ, જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, સેન્સસ તુમારના નિકાલ/બાકી કેસો, પેન્શન,ખાતાકિય તપાસના નિકાલ/બાકી કેસો,સરકારી લહેણાની વસુલાત, તાબાની કચેરીઓની તપાસણી, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ મળતી અરજીઓ, જિલ્લાની કચેરીના સંકલનના પ્રશ્નો સહિત એ.ટી.વી.ટી.નો વ્યાપ વધારવા તથા વધુ સક્ષમ બનાવવા માટે સમીક્ષા સહ ગહન ચર્ચા વિચારણા કરી જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે સુચારુ સલાહ-સુચનો કરી માર્ગદર્શિત કર્યા હતા.

વધુમાં અધ્યક્ષશ્રીએ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકની શરૂઆતમાં કાલોલ ધારાસભ્યશ્રી ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે સૌ અમલીકરણ અધિકારીઓને સરકારની વિકાસલક્ષી યોજનાઓના લાભ છેવાડાના વ્યકતિ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાએ કર્યું હતું.

આ બેઠકમાં પ્રાયોજના અધિકારીશ્રી,ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસરશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.