જય અંબે પગપાળા સેવા સંઘ મકરપુરા ગામ વડોદરા દ્વારા વિસામાના કેમ્પની આજે સમાપ્તિ કરવામાં આવી - At This Time

જય અંબે પગપાળા સેવા સંઘ મકરપુરા ગામ વડોદરા દ્વારા વિસામાના કેમ્પની આજે સમાપ્તિ કરવામાં આવી


જય અંબે પગપાળા સેવા સંઘ મકરપુરા વડોદરા વિસામા ના કેમ્પનું આજે પૂર્ણાહુતિ કરવામાં આવી

મકરપુરા ગામ વડોદરા થી વિસામો તારીખ 11/ 9 /2024 થી લઈને તારીખ 14/ 9/ 2024 એમ ત્રણ દિવસ સતત વિસામા નો કેમ્પ દિવસ રાત ચાલુ હતો જેની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી

જય અંબે સેવા સંઘ મકરપુરા ગામ વડોદરા એ આજે દસ વર્ષ પૂર્ણ કર્યા

જય અંબે સેવા સંઘ મકરપુરા ગામ વડોદરા રેલવે ક્રોસિંગ પાસે કોલેજની બહાર ત્રણ દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કેમ્પમાં 150 કરતા વધારે સ્વયંસેવકો એ વિસામાં રાત દિવસ સુધી જમવાની તેમજ નાસ્તાની સેવા પૂરી પાડી હતી

મકરપુરા ગામ વડોદરા સેવા સંઘ દ્વારા વિસા મામા ત્રણ દિવસ સુધી શુદ્ધ અને સાત્વિક જમવાનું તેમજ રાત્રે ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે અને સંઘના સ્વયંસેવકો તેમજ આજુબાજુના લોકો પણ સેવા સંઘમાં સેવા આપીને પોતાનું યોગદાન આપે છે

જય અંબે સેવા સંઘ મકરપુરા ગામ વડોદરા ના આયોજક લલીતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે વડોદરાથી આ વિશામાની દસ વર્ષ પૂર્ણ થયા છે તેમજ પગપાળા જતા પદયાત્રીઓ આશરે 30,000 જેટલા મહિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું કે વડાલી નગરની જનતા તરફથી વેપારીઓ તરફથી અમને સારો એવો પ્રતિસાદ મળે છે જેથી અમને કામ કરવામાં સરળતા રહે

અંતમાં મા અંબાની મહા આરતી કરીને બપોરે 12 વાગ્યા બાદ વિસામાના કેમ્પનું સમાપન કરવામાં આવ્યું

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.