માલપુર રોડ ઉપર આવેલ એલ્યુમિનિયમ પીવીસી દુકાનમાં આગ ભભુકી ઉઠી.
મોડાસામાં માલપુર રોડ પર આવેલ કામવન એપાર્ટમેન્ટ નીચે ભેરુનાથ એલ્યુમિનિયમ અને પીવીસી ફર્નિચરની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી. આગ લાગતા એપાર્ટમેન્ટના રહીસોએ તાત્કાલિક મોડાસા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કારી. નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ ઉપર કંટ્રોલ કર્યો. સાથે સાથે જીઇબી ના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી દુકાનનું લાઇટ કનેક્શન કાપી નાખ્યું. આગ ઉપર કંટ્રોલ થતા એપાર્ટમેન્ટ ના રહીશોએ હાશકારો અનુભવ્યો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.