આંકલીધામ (મહાકાળી મંદિરે) શતચંડી મહાયજ્ઞ: માતાજીની શોભાયાત્રા નવા અને મોઢુકા ગામમાં ફરી ભક્તોએ શોભાયાત્રાને ફૂલડાંઓથી વધાવી
આંકલીધામ (મહાકાળી મંદિરે) શતચંડી મહાયજ્ઞ: માતાજીની શોભાયાત્રા નવા અને મોઢુકા ગામમાં ફરી; ભક્તોએ શોભાયાત્રાને ફૂલડાંઓથી વધાવી
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા)
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોઢુકા ગામે આવેલા આંકલીધામ (મહાકાળી મંદિરે) ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ મહોત્સવના બીજા દિવસે ચાર કલાક મોઢુકા અને નવા ગામમાં માતાજીની શોભાયાત્રા ફરી હતી. ત્યાર બાદ હવનકાર્ય શરુ થયું હતું.આ અંગેની વિગત એવી છે કે, સમસ્ત મોઢુકા ગામના સાથ સહકારથી મોઢુકા ગામે આંકલીધામ (મહાકાળી મંદિરે) ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ યોજાયો છે. સોમવારે માંગલિક પાવનકારી પ્રસંગમાં બીજા દિવસે માતાજીના મંદિરેથી માતાજી રથમાં બિરાજમાન કરીને રથ સાથેની શોભાયાત્રા નીકળી હતી. આ લાઈવ ડીજે સાથે નીકળેલી શોભાયાત્રા મોઢુકા અને બાજુમાં આવેલા નવા એમ બે ગામમાં ચાર કલાકમાં 5 કિમી ફરી હતી.આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભક્તોએ આ રથ સાથે નીકળેલી શોભાયાત્રાને ફૂલડાંઓથી વધાવી હતી. ત્યાર બાદ બપોરે શોભાયાત્રા મોઢુકામાં નિજ મંદિરે પહોંચી હતી. ત્યાર બાદ યજ્ઞશાળામાં હવન કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. મંગળવારે ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞનો પૂર્ણાહુતિ થશે. મંગળવારે રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં બબલુ પાનસર ગ્રુપ દ્વારા રાત્રિના 8 કલાકે રાસ ગરબા યોજાશે.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.