માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઉડાન પ્લે હાઉસ ખાતે એ 1001 રાખડી ને સરહદ જવાનો માટે મોકલી..બ્રિજેશ વેગડા દ્વારા - At This Time

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઉડાન પ્લે હાઉસ ખાતે એ 1001 રાખડી ને સરહદ જવાનો માટે મોકલી..બ્રિજેશ વેગડા દ્વારા


રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બહેનો દ્વારા રાખડીની ખરીદી જોરોશોરોથી થઇ રહી છે. ત્યારે સરહદ પર દેશની સુરક્ષા કરતા અર્મી જવાનો કે જે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ બહેનોને નથી મળી શકતા તેમના માટે ગોંડલમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઉડાન પ્લે-હોઉસ ગુંદાળા રોડ ખાતે આપણા જવાનોને શરહદ પર રાખડી પહોંચાડવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ ના પ્રમુખ બંટીભાઈ ભુવા અને ઉડાન પ્લે હોઉસના સંચાલક ભાવિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં દિકરીઓ દ્વારા રાખડીઓનું પુજન કરવામાં આવ્યું હતું. આ તકે ગોંડલ શહેર યુવા ભાજપ મહામંત્રી જીગરભાઈ સાટોડીયા, ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અલ્પેશભાઈ ઉંધાડ, ભગવત ભુમી ન્યૂઝ પ્રુથ્વીસિંહ જાડેજા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રી વર્ષાબેન મોઢવાણિયા, અંકિતાબેન પટેલ મિતલબેન ત્રિવેદી, નિરંજનગીરી ગૌસ્વામી ચંદ્રેશભાઈ સોલંકી તથા ઉડાન પ્લે હોઉસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તસવીરો બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image