દીકરીનું આધારકાર્ડ તાત્કાલીક કાઢી આપવા બદલ સેવાસેતુ કાર્યક્રમને બીરદાવતા જગદિશભાઈ
દીકરીનું આધારકાર્ડ તાત્કાલીક કાઢી આપવા બદલ સેવાસેતુ કાર્યક્રમને બીરદાવતા જગદિશભાઈ
----------------
ગીર સોમનાથ, તા.૨૧: જિલ્લાના તમામ તાલુકાઓમાં 'સરકાર આપને દ્વાર' અને 'સેવા થકી સુશાસન'ના મંત્રને સાર્થક કરતા સેવાસેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત ચાંડુવાવ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો જગદિશભાઈએ પણ લાભ લીધો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં જગદિશભાઈએ આધારકાર્ડ સેવાનો લાભ લેતા જણાવ્યું હતું કે, અહીં વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું મારી દીકરીનું આધારકાર્ડ કઢાવવા માટે આવ્યો હતો. જે ઘણી જ સરળતાથી અને કોઈ જ મુશ્કેલી વગર મને કાઢી આપવામાં આવ્યું હતું. અહીં ઘણી સરળતાથી જ તમામની અરજીઓનો ઉકેલ આવી રહ્યો છે. આવી વ્યવસ્થા બદલ હું સરકારનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, સરકારના જુદા જુદા વિભાગની વિવિધ ૫૫ સેવાઓના સીધા લાભ એક જ સ્થળે મળી રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ભાલપરા, ડારી, આદ્રી, નવાપરા, સીમાર, સીડોકર, સુપાસી, કિંદરવા, મલોંઢા, ચાંડુવાવ, દેદા, પાલડી, ચમોડા, છાપરીના અરજદારોને જુદી-જુદી ૩૫૩૭ જેટલી અરજીઓની સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.