ઝાલાવડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રી નાં વ્રત નુ પૂજન કરાયું.ગામધણી શ્રી વાસુકી દાદા નાં મંદિરે વાડી માં રહેલા વિશાળ વડ વૃક્ષ નું આજ વટસાવિત્રી વ્રત નું પૂજન નગર ની બહેનો દ્વારા પુજન અર્ચન કરવામાં આવેલ - At This Time

ઝાલાવડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રી નાં વ્રત નુ પૂજન કરાયું.ગામધણી શ્રી વાસુકી દાદા નાં મંદિરે વાડી માં રહેલા વિશાળ વડ વૃક્ષ નું આજ વટસાવિત્રી વ્રત નું પૂજન નગર ની બહેનો દ્વારા પુજન અર્ચન કરવામાં આવેલ


વટસવિત્રી વ્રત ના દિવસે મહિલાઓ ઓ વડ નું પૂજન કરી ને પોતાના પતિની દીર્ધાયુ માટે ની પ્રાર્થના કરે
દરેક સ્થળો એ વટસાવિત્રી વ્રતનો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે .જેમાં સુરેન્દ્રનગર જીલ્લા નાં થાનગઢમાં વાસુકી દાદા ના મંદિરે પણ પરંપરાગત રીતે વટસાવિત્રી વ્રતનુ પુજા અર્ચના કરવામાં આવી હતી. દરેક મહિલાઓ વડ ની પૂજા સાથે વટ સાવિત્રી ની કથા સાંભળી વ્રતની ઉજવણી કરતા હોય છે. મહિલાઓ દ્વારા પતિનુ લાંબુ આયુષ્ય મળે તે માટે આ વ્રત ની પુજા કરવામાં આવતી હોય છે, તેમજ સુખ, શાંતિ , અને સંતાન પ્રાપ્તિ જેવા અનેક ફળઓ પણ છે.આ વટસાવિત્રી વ્રતનો મહિમા કથા રૂપે ઘણો અપરંપાર છે.

રિપોર્ટર : જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.