વિંછીયા મામલતદાર કચેરી દ્વારા બે ધારી તલવાર - At This Time

વિંછીયા મામલતદાર કચેરી દ્વારા બે ધારી તલવાર


વિંછીયા તાલુકાના જનડાના રહીશ જીણાભાઈ ધનાભાઈ ઝાપડીયાની ખેતીની જમીન વેરાવળ (ભડલી) મુકામે આવેલ હોય અને તેમના પીતાને તેમની જમીનથી ૩૫૦ ફુટ દુર સરકારશ્રી તરફથી કુવા ધોરીયા માટે જમીન ફાળ વવામાં આવેલ હોય તેની જગ્યાએ આસરે ૨૫૦૦ ફુટ દુર કુવો કરી અને કુવેથી તેમની જમીનમા પીયત કરતા હોય અને તે તરફ તેમનો રસ્તો હોવા અંગેનુ પંચનામુ પણ મામલતદાર સાહેબ વિંછીયા દવારા તા. ૭–૨–૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ હોય તેમ છતા તા. ૧૨-૦૭-૨૦૨૩ ના રોજ સર્કલ ઓફીસર શ્રી દવારા ખોટુ પંચનામુ કરી અને રસ્તાનો હકક રાજેશભાઈ દેવશીભાઈની જમીનમા થઈને ચાલે છે તેવું પંચનામું ઉભુ કરી અને તંત્ર સાથેની સાઠ ગાંઠનો ગેર લાભ અને રાજેશભાઈની જમીનમા નવો રસ્તાનો હકક ઉભો કરવા તંત્ર દવારા રાજેશભાઈ ઉપર દબાણ કરી અને પરાણે તેમની જમીનમાથી રસ્તો કાઢવા માગે છે.

જીણાભાઈ ધનાભાઈ દવારા મામલતદાર કોર્ટ એકટ નીચે વિંછીયાના મામ. સાહેબ સમક્ષ દાવો દાખલ કેરલ અને તે દાવો પ્રથમ મામલતદાર સાહેબ દવારા કાઢી નાખવામાં આવેલ અને તેજ દાવાને ફરી ચલાવી અને રસ્તા અંગેનો હુકમ કરવામાં આવેલ છે. આમ તંત્ર દવારા મીલી ભગત કરી અને એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

જીણાભાઈ ધનાભાઈ દવારા ૨૫૦ ફુટની જગ્યાએ ૨૫૦૦ ફુટ દુર કુવો કરી કાયદાનુ ઉલ્લંધન કરવામા આવેલ હોય અને તે હકીકત તંત્ર પણ જાણતુ હોય તેમ છતા તેમની સામે કોઈ કાર્યવાહી નહી કરી અને રાજેશભાઈ જે દેવીપુજક જ્ઞાતીના પછાત વર્ગના સીમાંત ખેડુત હોય તેને હેરાન પરેસાન કરવા માટે તેમની જમીનમાથી નવો હકક ઉભો કરવા માટે તંત્ર દવારા કાર્યવાહી કરવામાં આવતી હોય તેને હીસાબે પ્રજામા તંત્ર ઉપર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.